________________
साम्य ब्रह्मास्त्रमादाय विजयन्तां मुमुक्षुवः । मायाविनीमिमां मोहरक्षोराजपताकिनीम् ॥ १५ ॥ મુમુક્ષુ મનુષ્ય સામ્યરૂપ બ્રહ્માસ્ત્રથી મોહરૂપ રાક્ષસ-રાજની માયાવી સેના ઉપર વિજય પામે છે. એટલે કે સમતાભાવ બ્રહ્માસ્ત્ર બરાબર છે.
योगग्रंथमहांभोधिमवमथ्य मनोमया । साम्यामृतं समासाद्य सद्य प्राप्नुहि निवृत्तिम् ॥ ९७ ॥ હે આત્મન્ ! યોગગ્રંથોના મહાસાગરને મનરૂપ મંથનથી મથીને સમતારૂપ અમૃતને પામીને તત્કાલ સુખનો અનુભવ કર.
मैत्र्यादिवासनामोदसुरभीकृतदिङ्मुखम् । पुमांसं धुवमायान्ति सिद्धि गांगना स्वयम् ॥ १८ ॥ જે પુરુષે મૈત્રી આદિ ભાવનાઓની વાસનારૂપ સુવાસથી ચારે દિશાઓને સુવાસિત કરી છે, એવા પુરુષની પાસે સિદ્ધિરૂપ ભમરીઓ સ્વયમેવ આવે છે. એટલે કે મૈત્રી આદિ ભાવનાઓ વૃઢ થતાં વાસનારૂપ બની જાય છે અને સર્વત્ર એની સુવાસ ફેલાય છે.
औदासीन्योल्लसन्मैत्रीपवित्रं वीतसंभ्रमम् । कोपादिव विमुंचति स्वयं कर्माणि पुरुषम् ॥ ९९ ॥ મૈત્રી, સામ્યગુણથી ઉલ્લસિત હોય છે. એવામૈત્રીગુણથી પવિત્ર અને સંજમાદિ દોષોથી મુક્ત પુરુષને કર્મ સ્વયે મુક્ત કરે છે. પરમાત્મભાવમાં ડૂબેલા રહોઃ
ગ્રંથકાર કહે છે શુદ્ધ આત્માઓ પરમાત્મભાવમાં ડૂબીને રહે અને વિનયસભર સમતારસનું પાન કરતા રહે. એ રીતે જગત આનંદિત રહો, પ્રસન્ન રહોપ્રમુદિત રહો.
પરમાત્મભાવમાં શુદ્ધ આત્માઓ જ ડૂબી શકે છે, નિમગ્ન થઈ શકે છે. આપણો આત્મા જેમ જેમ પવિત્ર-નિર્મળ ભાવોથી શુદ્ધ થતો જશે, મૈત્રી આદિ ભાવનાઓથી વિશુદ્ધ બનતો જશે. ત્યારે પરમાત્મભાવમાં પરમ વિશુદ્ધ ભાવમાં ધ્યાનસ્થ બની જશે,નિમગ્ન થઈ જશે. આવા વિશુદ્ધ બનેલ આત્માઓ સમતારસનું પાન કરી શકે
આત્મા વિશુદ્ધ બને છે ત્યારે તે | વેદ (વાસના)ને શાન્ત કરે.
[
ત્રિી ભાવના
રાખી છે. ૧૪૭]