________________
સાકારોપયોગમાં પ્રવર્તમાન ભવ્ય જીવ હોવો જોઈએ. પર્યાપ્તિના વિષયમાં, પરાવર્તમાન પ્રકૃતિના વિષયમાં ‘પલ્યોપમ’ના વિષયમાં અને ભવ્ય જીવ’ના વિષયમાં આગળનાં પ્રવચનોમાં વિવેચન કરીશ.
ચાર ગતિમાં દિવ, નારક, મનુષ્ય, તિર્યંચ) રહેલો કોઈ પણ જીવ મિથ્યાત્વ મોહનીય કર્મનો સવપશમ કરવામાં સમર્થ થઈ શકે છે. આ કર્મનો ઉપશમ થાય ત્યારે જ સમ્ય દર્શન-બોધિરૂપ આત્મશુદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્રણ કરણોઃ
એ ઉપશમ કરનારી પ્રક્રિયાઓના મુખ્ય ત્રણ ચરણ છે - (૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ
આ ત્રણ કરણોથી મિથ્યાત્વ મોહનીય કર્મની જે ઉપશમના થાય છે, એ કરણકત ઉપશમના' કહેવામાં આવે છે. “અ-કરણ ઉપશમના પણ હોય છે. અર્થાતુ. ત્રણ કરણ કર્યા વગર પણ મિથ્યાત્વનું ઉપશમ થઈ શકે છે. જેમ કે પર્વતીય નદીના પથ્થરો સ્વયમેવ ગોળ થઈ જાય છે. એ રીતે સંસારમાં ભટકતા જીવોનું વેદન, અનુભવ વગેરે કારણોથી પ્રશસ્ત અધ્યવસાય ઉત્પન્ન થાય છે અને એ અધ્યવસાયોથી મિથ્યાત્વનું ઉપશમ થાય છે.
આજે આપણે કિરણકત ઉપશમ'નો વિચાર કરીશું. કરણ એટલે પળેપળ - પ્રતિસમય, ક્રમિક અનંત-અનંતગણો વધતો આત્મપરિણામ. વિશુદ્ધિનો ક્રમ અને વિશુદ્ધિના પ્રમાણની અપેક્ષાથી કરણના ત્રણ પ્રકારો બતાવવામાં આવ્યા છે. સર્વજ્ઞ અને સર્વદર્શી શ્રેષ્ઠ પુરુષોએ પોતાની પૂર્ણતૃષ્ટિમાં આ આત્મપરિણામોને, આત્માના અધ્યવસાયોના ક્રમ અને એનું પ્રમાણ પ્રત્યક્ષ જોઈને જે કહ્યું છે અને જેને આગમગ્રંથોમાં સંગ્રહિત કરી લેવામાં આવ્યું છે, એના આધારે આ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. યથાપ્રવૃત્તિકરણઃ
જ્યારે જીવાત્મા યથાપ્રવૃત્તિકરણ કરવાનો આરંભ કરે છે ત્યારે કાળની અપેક્ષાએ પ્રથમ સમયમાં અધ્યવસાયોની જે જઘન્ય વિશુદ્ધિ (ઓછામાં ઓછી) હોય છે, એને બદલે બીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગણી હોય છે. એનાથી પણ અનંતગણી વિશુદ્ધિ ત્રીજા સમયમાં હોય છે. આ રીતે સંખ્યાતીત સમય સુધી વિશુદ્ધિનો ક્રમ અને પ્રમાણ વધતાં જાય છે. એના પછી આ ક્રમ બદલાઈ જાય છે.
અંતિમમાં અંતિમ સમયની (સંખ્યાની દ્રષ્ટિથી) જે જઘન્ય આત્મવિશુદ્ધિ થાય છે, એનાથી પણ અનંતગણી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ, યથાપ્રવૃત્તિકરણના પ્રારંભના સમયની
બોધિદુર્લભ ભાવના
| ૫૭]