________________
હોય છે. આ ઉત્કૃષ્ટ વિશુદ્ધિથી પણ સંખ્યાની દૃષ્ટિથી અંતિમ સમયની પછીના પહેલાં સમયની જઘન્ય આત્મવિશુદ્ધિ અનંતગણી હોય છે. આ આત્મશુદ્ધિથી પણ પ્રારંભિક બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગણી હોય છે. આ ક્રમથી આત્મશુદ્ધિ અનંતગણી વધતી જાય છે. સંખ્યાની દૃષ્ટિએ અંતિમ સમયની વિશુદ્ધિ
અનંતગણી થઈ જાય એની પછી ક્રમ બદલાઈ જાય છે.
સંખ્યાની દૃષ્ટિથી અંતિમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિથી સંખ્યાતીત પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગણી હોય છે. એનાથી પણ, એની પછીના સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગણી...... આ ક્રમથી અસંખ્ય સમય સુધી વિશુદ્ધિ વધતી રહે છે. ‘યથાપ્રવૃત્તિકરણ’નો કાળ પણ એક અન્તર્મુહૂર્તનો હોય છે. એક અન્તર્મુહૂર્તમાં અસંખ્ય સમય સમાવિષ્ટ હોય છે.
અપૂર્વકરણ :
અપૂર્વકરણમાં આત્મવિશુદ્ધિનો ક્રમ અલગ છે. પ્રમાણ ‘અનંતગણો’ સમાન છે. યથાપ્રવૃત્તિકરણના અંતિમ સમયમાં જે ઉત્કૃષ્ટ આત્મશુદ્ધિ થાય છે, એનાથી પણ ‘અપૂર્વકરણ’ના પ્રથમ સમયમાં જીવાત્માની જઘન્ય વિશુદ્ધિ અનંતગણી હોય છે. એનાથી ય ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ અનંતગણી થાય છે. એક જ સમયમાં જઘન્ય આત્મવિશુદ્ધિથીય ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ અનંતગણી હોય છે. ‘સમય’ એટલો તો સૂક્ષ્મ કાળ છે કે જેના બે ભાગ થઈ શકતા નથી. આવા સૂક્ષ્મ કાળમાં પણ કેવળજ્ઞાનીની દૃષ્ટિ વિશુદ્ધિના બે ભેદ જોઈ શકે છે - જઘન્ય અને ઉત્કૃષ્ટ. અર્થાત્ કાળ કરતાં ય ભાવ ઘણો વધારે સૂક્ષ્મ છે. જ્યાં કાળ વિભાજિત નથી થઈ શકતો ત્યાં ભાવ વિભાજિત થાય છે.
પ્રથમ સમયમાં જે ઉત્કૃષ્ટ આત્મશુદ્ધિ થાય છે એનાથી બીજા સમયમાં જઘન્ય વિશુદ્ધિ અનંતગણી હોય છે. એનાથી પણ અનંતગણી ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ બીજા સમયમાં જ થાય છે. આ ક્રમથી ‘અપૂર્વકરણ’નો સમય પૂરો થાય છે. ચાર સૂક્ષ્મ ક્રિયાઓ
અપૂર્વકરણમાં આ રીતે આત્મવિશુદ્ધિનું પ્રમાણ વધતું જાય છે. એની સાથે સાથે જીવાત્મા ‘અ-પૂર્વ’ એટલે કે પહેલાં કદી ન કરેલી ચાર સૂક્ષ્મ ક્રિયાઓ કરે છે - (૧) સ્થિતિઘાત (૨) રસઘાત (૩) ગુણશ્રેણી (૪) અપૂર્વ સ્થિતિબંધ. આ ચાર અપૂર્વ ક્રિયાઓ કર્યા પછી જીવાત્મા ‘અનિવૃત્તિકરણ’ કરે છે. અનિવૃત્તિકરણ - અંતરકરણ :
અનિવૃત્તિકરણ કરનારા જીવાત્માની ઉત્તરોત્તર સમય દરમ્યાન અનંતગણી
શાન્તસુધારસ : ભાગ ૩
૫૮