________________
ઈન્દ્રિયજનિત વિષયરસ સેવત, વર્તમાન સુખ ઠાણે !
પણ કિંપાક તણાં ફલની પરે, નવિ વિપાક તસ જાણે II ઈન્દ્રિયજન્ય વૈષયિક સુખ વર્તમાનમાં તો સુખરૂપ લાગે છે, પરંતુ કિંપાક ફળની જેમ તે દુઃખદાયી હોય છે, આ વાત પુદ્ગલરાગી જીવ નથી સમજી શકતો.
એહવું જાણી વિષયસુખોથી વિમુખ રૂપ મિત, રહીએ,
ત્રિકરણયોગે શુદ્ધભાવ ધર, ભેદ યથારથ લહીએ. એવું સમજીને હે મિત્ર, વિષયસુખોથી વિમુખ રહેવું. મન, વચન, કાયાથી શુદ્ધભાવ ધારણ કરીને આત્મા અને પુદ્ગલનું ભેદજ્ઞાન પ્રાપ્ત કરી લેવું. માયાજાળને તોડોઃ
હું અનંત દોષોની, અનંત કમની માયાજાળમાં ફસાયેલો છું, બંધાયેલો છું. આ વિચાર એ આત્માને આવી શકે છે કે જે સમભાવમાં, પ્રશમભાવમાં સ્થિર હોય. એના અંતરંગ દોષ, ક્રોધ, માન, માયા, લોભ ઈત્યાદિ શાન્ત પડ્યા હોય. ઈન્દ્રિયોની વિષયાનુકળ દોડાદોડી થોડી ઓછી થઈ ગઈ હોય, મન પ્રશમરસમાં નિમગ્ન હોય. વાણી મૌનમાં પરાવર્તન પામી ચૂકી હોય અને શરીર સ્થિરતા પ્રાપ્ત કરી ચૂક્યું હોય, એને જ અવૃશ્ય માયાજાળની કલ્પના આવી શકે છે.
એ જાળમાં જેમ પોતાના આત્માને જુએ. એ રીતે જાળમાં જકડાયેલા અનંત અનંત જીવાત્માઓ એની નજરમાં આવી જાય અને માયાજાળને છિન્નભિન્ન કરીને મુક્ત બની જીવનારા અનંત સિદ્ધાત્માઓ તરફ ભાવવિભોર નજરોથી જોતો રહે. એનું મન શીઘ્ર યોજના ઘડવાનું ચાલુ કરી દે, જાળને તોડવાની અને મુક્ત બનવાની યોજના બનાવીને પ્રયત્ન પ્રારંભ પણ કરી દે. પુરુષાર્થ શરૂ કરે.
જાળને તોડવા માટે જાળને ઓળખવી જરૂરી છે. જાળ શાની બનેલી છે? કેવી રીતે ગૂંથવામાં આવી છે? કેવી રીતે તે ગહન બનતી ગઈ છે? ક્યાંથી એને તોડી શકાય તેમ છે? વગેરે દોષોની અને કર્મોની જાળને જીવાત્માએ બરાબર ઓળખી લેવી જોઈએ.
કદી ય આ વિકટ અને ગહન માયામાં મન અકળાઈ ઊઠ્ય છે? શું એટલું ય સમજી શક્યા છો કે હું રાગ-દ્વેષ આદિ અનંત કમની જાળમાં ફસાયો છું!' સૌથી પહેલાં તો આ સમજ સ્પષ્ટ થઈ જવી જોઈએ. પરંતુ હા, આ વિચાર આવતાં નિરાશ ન થઈ જવું. જો ઉદાસ બની ગયા કે હાય! કેટલી મજબૂત છે આ જાળ? આપણે કેવી રીતે તોડી શકીશું આ જાળને? એ રીતે એ જાળમાં જ જીવવાનું સ્વીકારી લેશો, તો એ માયાજાળને તોડવાનો કોઈ સંકલ્પ તમે કરી નહીં શકો!'
૩૦૪
શાન્ત સુધારસઃ ભાગ ૩]