________________
વાતને વધુ પુષ્ટ કરતાં પંચાસ્તિકાય’ ગ્રંથમાં કહ્યું છે કે
एवं कत्ता भोत्ता होज्झं अप्पा सगेहिं कम्मेहिं ।
हिंडती पारमपारं संसारं मोह संछण्णो ॥ ९९ ॥
'
મોહથી મુગ્ધ આત્મા પોતાના કર્મોના ઉદયથી કર્તા અને ભોક્તા બને છે અને તે અનાદિ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે.
ધર્મ - અધર્મ અને આકાશનાં કાર્યો:
धर्मो गतिस्थितिमतां द्रव्याणां गत्युपग्रहविधाता ।
स्थित्युपकुच्चाधर्मोऽवकाशदानोपकृद् गगनम् ॥ ( प्रशम. २१५ ) ધર્માસ્તિકાય, અધમસ્તિકાયું અને આકાશાસ્તિકાય - આ ત્રણ દ્રવ્યો અરૂપી છે, અમૂર્ત છે. એટલે કે ઇન્દ્રિયોથી આ દ્રવ્યોનું પ્રત્યક્ષીકરણ સંભવિત બનતું નથી. આ દ્રવ્યોના અસ્તિત્વમાં અને સ્વરૂપનિર્ણયમાં આગમ જ પ્રમાણભૂત છે. આગમમાન્ય યુક્તિઓ દ્વારા આ દ્રવ્યોનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય છે.
એક એવો સર્વસંમત સિદ્ધાંત છે કે કોઈ કાર્ય કારણ વગર થતું નથી. કારણને જૈનદર્શનમાં બે રૂપમાં વહેંચવામાં આવ્યું છે ઃ
૧. ઉપાદાન કારણ ૨. નિમિત્ત કારણ
વિશ્વમાં ગતિશીલ અને સ્થિતિશીલ દ્રવ્યો છે - જીવ અને પુદ્ગલ. ગતિસ્થિતિનાં ઉપાદાન કારણ તો જીવ અને પુદ્ગલ જ છે, પરંતુ એનાં નિમિત્ત કારણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. કાર્યની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ અવશ્ય રીતે અપેક્ષિત હોય છે. આ નિમિત્ત કારણ ઉપાદાન કારણ કરતાં ભિન્ન હોય છે. એ રીતે જીવ અને પુદ્ગલની ગતિમાં નિમિત્ત કારણના રૂપમાં ધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે અને સ્થિતિમાં નિમિત્ત કારણ અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
ગતિપરિણત જીવોની અને પુદ્ગલોની ગતિમાં સહજ રૂપે જ ધર્મદ્રવ્ય સહાયક બને છે. જ્યારે જીવ-પુદ્ગલ દ્રવ્ય ગતિશીલ ન હોય ત્યારે જબરજસ્તીથી ધર્મદ્રવ્ય ગતિ નથી કરાવતું. એ રીતે જ્યારે જીવ-પુદ્ગલ દ્રવ્ય ગતિશીલ હોય ત્યારે અધર્મ દ્રવ્ય સ્થિતિ કરાવવા માટે દબાણ કરતું નથી. જ્યારે પાણીમાં માછલી ગતિશીલ હોય છે ત્યારે ધર્મદ્રવ્ય એની ગતિમાં માત્ર સહાયક થાય છે; એ સમયે અધર્મ દ્રવ્ય માછલીને ઊભી રાખતું - સ્થિર કરી દેતું નથી.
એ રીતે આકાશદ્રવ્ય સાહસિક રૂપે જીવ, પુદ્ગલ વગેરે દ્રવ્યોને અવકાશ આપે છે. અથવા તો કહો કે જીવ વગેરે દ્રવ્યોને સહજતાથી અવકાશ પ્રાપ્ત થાય છે,
શાન્તસુધારસ : ભાગ ૩
૩૨