________________
લોકવ્યાપી બની શકે છે.”
ધમસ્તિકાય, અધમસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય - આ ચારે દ્રવ્ય લોકમાં જ હૉય છે. એટલા માટે એમને લોકવ્યાપી કહેવામાં આવે છે. છ દ્રવ્યોની સંખ્યા અને કર્તુત્વઃ
સમગ્ર લોકમાં ધમસ્તિકાય એક જ છે, અધમસ્તિકાય પણ એક છે અને આકાશાસ્તિકાય પણ એક જ છે. આ ત્રણે દ્રવ્યો એક-એકની સંખ્યામાં છે, અરૂપી છે અને અખંડ છે, જ્યારે જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ - આ ત્રણ દ્રવ્ય અનંત-અનંત છે. જીવ અનંત છે, પુદ્ગલ અનંત છે અને કાળ પણ અનંત છે. પ્રશ્નઃ કાળ દ્રવ્ય અનંત કેવી રીતે હોઈ શકે?
ઉત્તર ઃ ભૂતકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાથી કાળ અનંત છે. ભૂતકાળ અનંત વીતી ચૂક્યો છે અને ભવિષ્યકાળ પણ અનંત સામે છે. વર્તમાનકાળ કેવળ એક સમયનો હોય છે. કાળના ‘સમય’ અનંત છે. આ અપેક્ષાથી કાળને અનંત કહી શકાય છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળને ‘સમય’ કહેવામાં આવે છે.
આ છ દ્રવ્યોમાં કાળ' સિવાય પાંચ દ્રવ્યો ‘અસ્તિકાય'માનવામાં આવે છે. જેનું અસ્તિત્વ હોય અને જે પ્રદેશ-સમૂહના રૂપમાં હોય એને “અસ્તિકાયની સંજ્ઞા આપવામાં આવી છે. જીવ અસંખ્ય પ્રદેશાત્મક છે. ધમસ્તિકાય અને અધમસ્તિકાય અસંખ્ય પ્રદેશાત્મક છે. આકાશ અનંત પ્રદેશાત્મક છે અને પુદ્ગલ પણ અનંત પ્રદેશાત્મક છે. એટલા માટે તે “અસ્તિકાય છે. કાળ પ્રદેશ પ્રચયરૂપ ન હોવાથી એને ‘અસ્તિકાય' કહ્યો નથી. કાય’ શબ્દ પ્રદેશોની બહુલતા બતાવવા માટે જ પ્રયુક્ત કરવામાં આવ્યો છે. कायग्रहणं प्रदेशावयवबहुत्वार्थमद्धासमयप्रतिषेधार्थं च ।
(તસ્વાર્થ માથે મ. પ/ફૂ-૨) પ્રશ્નઃ અસ્તિકાય શબ્દમાં કાય’ શબ્દ દ્રવ્યના પ્રદેશોની બહુલતાની અપેક્ષાથી પ્રયુક્ત છે, આ તો ઠીક છે, પરંતુ ‘અસ્તિ’ શબ્દ કોના અસ્તિત્વનો સૂચક છે?
ઉત્તરઃ એ એ દ્રવ્યોના શાશ્વત સ્વભાવના અસ્તિત્વનો નિર્દેશ કરે છે. જીવનો સ્વભાવ છે ચૈતન્ય, પુદ્ગલનો સ્વભાવ છે મૂર્તત્વ, ધર્મ - અધર્મ - આકાશનો. સ્વભાવ છે અમૂર્તતા અને સકલ લોક વ્યાપ્તિત્વ. આ ધ્રુવ - નિશ્ચિત સ્વભાવ છે.
આ છ દ્રવ્યોમાં કર્તા માત્ર જીવદ્રવ્ય જ છે. કારણ કે આ ચેતન છે. ચેતનદ્રવ્યમાં જ કર્તુત્વની સંભાવના રહેલી છે. અચેતન દ્રવ્યમાં કતૃત્વ સંભવી શકતું નથી. અજીવમાં ચૈતન્યમય અનુભૂતિ સંભવિત નથી. “કર્તા અને ભોક્તા આત્મા જ છે એ
લોકસ્વરૂપ ભાવના
આ
૩૧ |