________________
આધાર મળે છે.
જેમ મેઘગર્જના સાંભળીને બગલીને ગભિધાન રહે છે યા પ્રસવ થઈ જાય છે, પરંતુ સ્વયં બગલી પ્રસવ ન કરે તો વાદળોનો ગડગડાટ બળપૂર્વક એને પ્રસવ કરવા માટે મજબૂર કરતો નથી.
જેમ જાતે ખેતી કરતા ખેડૂતોને વરસાદ સહાય કરે છે, પરંતુ ખેતી ન કરનારા ખેડૂતોને વરસાદ બળપૂર્વક ખેતી કરાવતો નથી.
॥ જેમ ધર્મનો ઉપદેશ સાંભળીને મનુષ્ય પાપોનો ત્યાગ કરે છે, પરંતુ મનુષ્ય પાપત્યાગ કરતો ન હોય તો ધર્મોપદેશ જોરજુલમથી પાપત્યાગ કરાવતો નથી. સારાંશ એ છે કે ધર્મ-અધર્મ અને આકાશપ્રેરક કારણ નથી, પરંતુ ઉદાસીન કારણ છે. એમનું અસ્તિત્વ જ કાર્ય કરાવે છે.
પુદ્ગલનાં કાર્યો
પુદ્ગલનાં કાર્યો બતાવતાં ‘પ્રશમરતિ’ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે f- रस- गन्ध वर्णाः शब्दो बन्धश्च सूक्ष्मता स्थौल्यम् । संस्थानं भेदतमंच्छायोद्योतातपश्चेति
।। ૬ ।।
कर्मशरीरमनोवाग्विचेष्टितोच्छवासदुःख-सुखदास्युः । जीवितमरणोपग्रहकराश्च संसारिणः स्कंधाः ॥ २१७ ॥ પુદ્દગલ દ્રવ્યનાં અનેક કાર્યો છે. આ બે શ્લોકોમાં પુદ્ગલનાં કેટલાંક કાર્યો બતાવ્યાં છે. પુદ્ગલનાં કાર્યોને પુદ્ગલનો 'ઉપકાર' કહેવામાં આવ્યો છે. જો કે પુદ્ગલ દ્રવ્ય અચેતન છે, તે અકર્તા છે, છતાં પણ ‘એ ઉપકાર કરે છે.’ એવો વાક્યપ્રયોગ માત્ર ઔપચારિક છે.
જીવાત્મા મૃદુ-કઠોર આદિ સ્પર્શનો જે અનુભવ કરે છે; ખાટા, મીઠા, તીખાતમતમતા સ્વાદ વગેરેનો જે અનુભવ કરે છે; સુગંધ, દુર્ગંધ અનુભવે છે; લાલ-પીળો આદિ જે રંગ જુએ છે; તીવ્ર-મંદ વગેરે શબ્દો સાંભળે છે એ બધા પુદ્ગલ દ્રવ્યના ઉપકાર છે. સ્પદ પણ પુદ્ગલના જ ગુણો છે.
કર્મ-પુદ્ગલોનો આત્મપ્રદેશોની સાથે ક્ષીર-નીર-ન્યાયથી જે બંધ થાય છે તે પણ પુદ્ગલ દ્રવ્યનું જ કાર્ય છે. અનન્ત પ્રદેશી પુદ્ગલ સ્કંધોનું સૂક્ષ્મ હોવું અને સ્થૂળ હોવું એ પુદ્ગલનું જ કાર્ય છે. આકાશમાં વાદળો થાય છે, વીજળી ચમકે છે, ઇન્દ્રધનુષ્ય વેરાય છે ઇત્યાદિ પુદ્ગલ દ્રવ્યનાં જ કાર્યો છે. સમચતુરસ્ર આદિ સંસ્થાન-આકાર પણ પુદ્ગલનું સર્જન છે. અંધકાર અને છાયા પણ પુદ્ગલનું કાર્ય છે. ચંદ્ર-તારા વગેરેનો પ્રકાશ-ઉદ્યોત પુદ્ગલનો ઉપકાર છે અને સૂર્યનો તાપ પણ
લોકસ્વરૂપ ભાવના
૩૩