________________
પુદ્ગલનો ઉપકાર છે.
જ્ઞાનાવરણ આદિ કર્મ, ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ શરીર આ પુદ્ગલ દ્રવ્યનું સર્જન છે. જીવાત્માની દરેક ક્રિયા અને શ્વાસોચ્છવાસ પુદ્ગલનાં કાર્યો છે. જેમને આપણે સુખ અને દુઃખ કહીએ છીએ તે પણ પુદ્ગલોનાં પરિણામો છે.
જીવ ઉપર અનુગ્રહ કરનાર ઘી, દૂધ વગેરે પુદ્ગલ અને મૃત્યુના કારણભૂતદ્રવ્ય ઝેર આદિ પણ પુદ્ગલનાં કાર્યો છે. આ તમામ પુદ્ગલ દ્રવ્યનાં કાર્યો સ્કંધના રૂપમાં પરિણત પુદ્ગલ દ્રવ્યનાં જ કાયો છે-પરમાણુ દ્રવ્યનાં નહીં. પુદ્ગલ દ્રવ્ય પણ જીવ દ્રવ્યની સાથે જ્યારે જોડાય છે ત્યારે જ એ કાર્ય કરી શકે છે. કાળ અને જીવનાં લક્ષણોઃ
परिणामवर्तनाविधिः परापरत्वगुणलक्षणः कालः । सम्यक्त्वज्ञानचारित्रवीर्यशिक्षागुणाः जीवाः ॥
(પ્રશમતિ / ર૬૮) પરિણામ, વર્તનાનો વિધિ પરત્વ, અપરત્વ ગુણ કાળનાં લક્ષણો છે. સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને શિક્ષા જીવના ગુણો છે.”
શ્રીમદ્ ઉમાસ્વાતી ભગવંત કાળને સ્વતંત્ર દ્રવ્ય માનીને એના ઉપકાર બતાવે
પોતાની જાતિને છોડ્યા વગર દ્રવ્યમાં થનારી પૂવવસ્થાની નિવૃત્તિ અને
ઉત્તરાવસ્થાની ઉત્પત્તિ એનું નામ પરિણામ. i પોતપોતાનાં પયયોની ઉત્પત્તિમાં સ્વયમેવ પ્રવર્તમાન પાંચે દ્રવ્યોને નિમિત્ત
રૂપમાં પ્રેરણા કરવી એનું નામ છે વર્તના. - પરત્વ એટલે કે જ્યેષ્ઠત્વ, અપરત્વ એટલે કનિષ્ઠત્વ (લઘુત્વ),
સ્ત્રી ઉચિત સમયે ગર્ભધારણ કરે છે, પુત્રને જન્મ આપે છે. એ કાળનો પ્રભાવ છે. દૂધમાંથી દહીં બને છે, દહીમાંથી માખણ બને છે, ઘી બને છે. આ કાળનું કાર્ય છે. જમીનમાં અંકુર ઉત્પન્ન થાય છે, પાંદડાં પેદા થાય છે, એની ઉપર ફળ આવે છે, નવું વસ્ત્ર જૂનું-પુરાણું બને છે - આ કાળનું પરિણામ છે. છ ઋતુઓનું વિભાગીકરણ પણ કાળનું જ પરિણામ છે.
અતીત, અનાગત અને વર્તમાનનો વ્યવહાર પણ કાળને લીધે જ થાય છે. નાના મોટાનો વ્યવહાર પણ કાળકૃત છે. પુદ્ગલ દ્રવ્યમાં રૂપ, રસ વગેરેના પરિવર્તનમાં કાળદ્રવ્ય પ્રેરક માનવામાં આવ્યું છે. જીવમાં જ્ઞાન, દર્શન વગેરેના ઉપયોગનું
૩૪
શાન્ત સુધારસ : ભાગ ૩