________________
સાંભળોઃ
કોઈન કરશો પ્રીત, ચતુર નર! કોઈન કરશો પ્રીત. પ્રીતિ વસે ત્યાં ભીતિ, ચતુર નર ! , પ્રીતિ ભવદુઃખ મૂળ છે. પ્રીતિનું ફળ છે શોક, પ્રીતિ કરતાં પ્રાણીને રે, વાધે રોગ-વિયોગ - ચતુર નર સ્વારથમાં અંધા બનીને, પ્રીત કરે નરનાર, પરપુદગલની લાલચે રે, વૃદ્ધિ કરે સંસાર - ચતુર નર. સ્વારથની જે પ્રીતડી રે. તેનો અંતે નાશ અનુભવીએ આ દાખવ્યું રે ઘર તેનો વિશ્વાસ-ચતુર ના મૂરખ સાથે પ્રીતડી રે, કરતાં નિશદિન દુખ
પંડિત સાથે પ્રીતડી રે કરતાં નિશદિન સુખ - ચતુર નર. કવિએ કહ્યું છે જો તું બુદ્ધિમાન હોય તો કોઈની સાથે પ્રીત ન બાંધ, જ્યાં પ્રીતિ ત્યાં ભીતિ ! જ્યાં પ્રેમ ત્યાં ભય!
ભવદુઃખનું મૂળ છે પ્રીતિ-રાગ. પ્રીતિનું પરિણામ વિરહ છે, શોક છે. પ્રીતિથી રોગ અને વિયોગ નિશ્ચિત હોય છે. પ્રીતિ-રાગ વાસ્તવમાં સ્વાર્થ માટે જ હોય છે. પરપુગલથી રાગ કરનારા પોતાનું સંસારભ્રમણ પેદા કરે છે - વધારી દે છે. એમાં પણ મૂસાથે કરેલો રાગ નિશદિન દુલ્મ આપે છે. વિદ્વાનપ્રાશ સાથેની પ્રીતિ સુખ આપે છે. રાગદશા પહેલો પ્રમાદ છે. દ્વેષ પણ પ્રમાદ છે. દ્વેષ બીજો પ્રમાદ છે. દ્વેષનાં ! અનેક નામો છે.
-શેષો-તોપો-વાદ-અનસૂયા ! वैर-प्रचंडनाद्यानके देषस्य पर्यायाः ॥ प्रशमरति. દ્વેષને ઈષ્ય કહે છે. રોષ, દોષ, દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા, વેર પ્રચંડન કહે છે. આ બધા ધર્મપુરુષાર્થમાં બાધક છે.
માત્ર પ્રભાવ “શ્રી પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં આઠ પ્રકારના પ્રમાદ બતાવ્યા છે. પ્રમાદની પરિભાષા કરતાં કહ્યું છે કે મોક્ષમાર્ગની આરાધનામાં જે શિથિલતા આવે છે, મંદતા આવે છે એ પ્રમાદ છે.
આઠ પ્રમાદોમાં પહેલો પ્રમાદ છે- અજ્ઞાનતા. એટલે કે મૂઢતામૂર્ખતા. બીજો પ્રમાદ છે - સંશય, સંદેહ એટલે કે આ પદાર્થ તત્ત્વજ્ઞાન સાચું છે કે નહીં? એવો સંદેહત્રીજો પ્રમાદ છે -મિથ્યાજ્ઞાન. ચોથો પ્રમાદ છે -આસક્તિ. પાંચમો પ્રમાદ છે - દ્વેષ-અપ્રીતિ - છઠ્ઠો પ્રમાદ છે - સ્મૃતિવંશ એટલે કે યાદ ન રહેવું. સાતમો પ્રમાદ છે-આહત ધર્મ પ્રત્યે અનાદર અને આઠમો પ્રમાદ છે-મન, વચન, કાયાની
શાન્ત સુધારસઃ ભાગ ૩