________________
ગ્રંથકાર કહે છે ઃ
प्रमोदमासाद्य गुणैः परेषां येषां मतिर्मज्जति साम्यसिन्धौ । देदीप्यते तेषु मनःप्रसादो गुणास्तथैते विशदीभवन्ति ॥ ७ ॥ ‘અન્યના ગુણોથી આનંદિત થઈને જેમની પારદર્શી પ્રશા સમતાસાગરમાં લીન થઈ ગઈ છે, એમના મનની પ્રસન્નતા ભારે ચમકવાળી છે. એમનામાં રહેલા તમામ ગુણો વિશદ થાય છે - નિર્મળ થાય છે.’
બીજા લોકોના ગુણ જોઈને આનંદિત થવાનું ફળ શું છે ? ગુણદૃષ્ટાની પ્રજ્ઞા-મતિ સમતાસાગરમાં લીન થઈ જાય છે. મનઃપ્રસન્નતા અતિશય ઉલ્લસિત થાય છે. ગુણોનો વિકાસ થાય છે. ગુણ દૃઢ થાય છે.
‘પ્રમોદ ભાવના’ના પ્રાસ્તાવિક શ્લોકોનું વિવેચન આજે પૂર્ણ કરું છું. હવે પ્રમોદ ભાવનાનું કાવ્યગાન કરવાનું છે અને એની ઉપર વિવેચન કરવાનું છે. આજે બસ, આટલું જ.
૧૮૮
શાન્તસુધારસ : ભાગ ૩