________________
ખરાબ સ્થિતિમાં શરમાવું ન જોઈએ ઃ
પહેલાં સમૃદ્ધ સ્થિતિમાં રહીને પાછળથી જે વિપત્તિની સ્થિતિમાં આવી પડે છે, તેઓ વિચારે છે : 'લોકો આપણી મશ્કરી કરશે.' આ ઉપાસ-મશ્કરીની શરમથી લોકો ખૂબ દુઃખી થાય છે. વાસ્તવમાં તો આ પોતાના મનની માત્ર કમજોરી છે. લોકોની ટીકા યા ઉપહાસના ભયથી પોતાની જાતને શરમમાં ડૂબેલી રાખવી. એ માણસની મોટી ભૂલ છે.
ચોરી કરવામાં, ખોટું કરવામાં, દુષ્ટતા, નીચતા યા પાપકર્મ યા તો અધર્મ કરવામાં લાજ-શરમ આવવી જોઈએ. આ કોઈ શરમની વાત નથી કે કાલે દશ રૂપિયા હતા અને આજે બે જ રહ્યા ! કાલે સમૃદ્ધ સ્થિતિ હતી, આજેવિપન્ન સ્થિતિ છે. પાંડવો એક દિવસે રાજગાદી ઉપર શોભિત હતા, તો એક દિવસ એમને મહેનત-મજૂરી કરી અજ્ઞાતવાસમાં પેટ ભરીને દિવસો વ્યતીત કરવા વિવશ બનવું પડ્યું !
રાણા પ્રતાપ અને રાજા નળનું ચરિત્ર જેમણે વાંચ્યું છે; તેઓ જાણે છે કે એ પ્રતાપી સજ્જન મહાપુરુષો એક સમયે અતિ દીન-હીન દશામાં રહી ચૂક્યા હતા, પરંતુ એને માટે કોઈ સુજ્ઞ પુરુષ એમનો ઉપહાસ નથી કરતો ! મૂર્ખ અને બુદ્ધિહીનોના ઉપહાસનું તો કોઈ મૂલ્ય નથી. તેમનું મુખ તો કોઈ બંધ નથી કરી શકતું. તે તો દરેક સ્થિતિમાં ઉપહાસ કરે છે. એટલા માટે મશ્કરી થશે’ એવા ખોટા ભયને કલ્પનામાંથી દૂર કરી દેવો જોઈએ અને જ્યારે વિપત્તિની સ્થિતિમાં જીવવાની સ્થિતિ આવી જાય, તો એનો સ્વીકાર કરી લેવો જોઈએ.
તમારી જાતને ઉન્નતિશીલ બનાવતા રહો
કોઈ મોટું કામ, મોટી યોજના નિર્ધારિત કરવાની સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે નિશ્ચિત કાર્ય કરવામાં વિઘ્નો ટપકી શકે છે : શ્રેયાંસિ વૈવિઘ્નાનિ સારા કાર્યમાં સો વિઘ્નો-અડચણો આવી શકે છે. મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સફ્ળતાનો માર્ગ ખતરાઓનો માર્ગ છે. જે ખતરાઓથી ડરે, જેને કષ્ટ સહન કરવામાં ભય લાગે છે, કઠોર પરિશ્રમ કરવો જેને નથી ફાવતો, તેણે પોતાને ઉન્નતિશીલ બનાવવાની કલ્પના છોડી દેવી જોઈએ. અદમ્ય ઉત્સાહ, અતૂટ સમતા, અવિચલ ધૈર્ય, નિરંતર પરિશ્રમ અને ખતરાથી લડવાનો પુરુષાર્થ જ શાણાસમજુ માણસને સફળ બનાવી શકે છે. આ તત્ત્વોની સહાયતાથી લોકો ઉન્નતિના ઉચ્ચ શિખર ઉપર ચડે છે અને મહાપુરુષ બને છે.
આત્મવિશ્વાસ અને દૃઢ ચરિત્રઃ
સજ્જન પુરુષે આત્મવિશ્વાસ અને દૃઢ ચરિત્રનો પાયો પોતાની મનોભૂમિમાં મૈત્રી ભાવના
૧૩૩