________________
દીપ્ત રાખે છે. જીવનમાં ત્રણ સાચા સાથી છે - સમતા, સાહસ અને પ્રયત્ન. જે સજ્જન આ ત્રણેને સાથે રાખે છે એ શાન્ત, નિર્ભય અને જીવંત રહે છે. એનું કોઈ કશું જ બગાડી શકતું નથી.
સજ્જનોએ મુશ્કેલીના સમયમાં પોતાની માનસિક સમતુલા સદેવ ટકાવી રાખવાનું મહત્ત્વ સમજી લેવું જોઈએ. ખરાબ સમયમાં પણ દ્રઢ રહેવાનું છે. અંધકારમાં રહીને પણ પ્રકાશપૂર્ણ પ્રભાતની પ્રતીક્ષા કરતા રહેવાનું છે. આવો સજન પુરુષ સહજતાથી દુર્ગમતાને પાર કરી જાય છે. કષ્ટના સમયે કોપ ન કરો:
માનસિક સંતુલન કાયમ રાખવાથી ન તો શારીરિક સ્વાચ્ય નષ્ટ થાય છે કે ન તો માનસિક ગડબડ થાય છે. નતો એનાથી મિત્રો ઉદાસીન બને છે અને ન શત્રુઓ ઊકળી ઊઠે છે.
હવે માત્ર આકસ્મિક વિપત્તિની ક્ષતિપૂર્તિનો પ્રશ્ન રહે છે. અત્યધિક ઉગ્ર આકાંક્ષા અને પૂર્વ અનુભવના આધારે તે પોતાની વિવેકબુદ્ધિથી એવાં સાધનો એકત્ર કરે છે, એવો માર્ગ શોધી કાઢે છે કે જેથી તે સુખદાયી પરિસ્થિતિ પ્રાપ્ત કરી લે છે. જે ખરાબ સંજોગોમાં સમતા, સાહસ અને પુરુષાર્થને ટકાવી રાખે છે એ ભાગ્યવંત સજ્જન પુરુષ જીવનભર કદીય દુર્ભાગ્યની ફરિયાદ કરતો નથી. કષ્ટનો સમય એને કર્મોનો કોપ નહીં પરંતુ સમતા, સાહસ અને પુરુષાર્થની પરીક્ષા કરવાનો પડકાર દેખાય છે. એ પડકારને સ્વીકારવાનું ગૌરવ લેવા સદાય તૈયાર હોય છે.. ખરાબ સમયને વાદળોની છાયા સમજોઃ
એક વ્યક્તિને એક ઘટના વજપાત સમાન અસહ્ય લાગે છે. પરંતુ સજ્જન અને સાહસિક માણસ ઉપર જ્યારે એ જ ઘટના આવી પડે છે, તો તે બેપરવાહીથી કહે છે: “અરે, શું ચિંતા છે, જે થવાનું છે તે થશે ત્યારે જોયું જશે.' આવા લોકો માટે એ દુર્ઘટના “સ્વાદપરિવર્તનની જેમ એક સામાન્ય વાત હોય છે. વિપત્તિ પોતાનું કામ કરતી રહે છે. એ લોકો પોતાનું કામ કરતા રહે છે.
વાદળોની છાયાની જેમ ખરાબ ઘડી આવે છે અને સમયાનુસાર ટળી જાય છે. સજ્જન-બહાદુર આદમી દરેક નવી પરિસ્થિતિ માટે તૈયાર રહે છે. વીતેલા દિવસોમાં કદાચ એ એશઆરામનાં સાધનોનો ઉપભોગ પણ કરતો હતો અને અત્યારે જ્યારે એને મુશ્કેલીભય દિવસો - અભાવનો સમય વિતાવવો પડતો હોય છે, તો તે માટે તે તૈયાર હોય છે. આ પ્રકારનું સાહસ ધરાવનારો સજ્જન પુરુષ જ આ સંસારમાં સુખી જીવન વ્યતીત કરી શકે છે.
[૧૩ર
ડો.
શાન્તસુધારસ ભાગ ૩]