________________
રાગદ્વેષ, ઈર્ષ્યા, અસૂયા, કલહ અને અભ્યાખ્યાન આદિ દોષો શાન્ત થઈ ગયા છે ખરા ? તમે એ પરમ શાન્તિનો થોડોક પણ રસાસ્વાદ કર્યો છે ખરો ? તો તમે આવો રસાસ્વાદ સર્વ જીવો પ્રાપ્ત કરે એવી ભાવના ભાવી શકો છો.
રાગદ્વેષાદિ વ્યાધિઓ છે. બીમારીઓ છે. એ ઉપશાંત થવી જોઈએ. ભાવના - વિચારોની ભૂમિકા ઉપર તો ઉપશાન્ત થવી જ જોઈએ. એમાં મન પ્રસન્ન રહેશે. પ્રસન્ન અને ઉદાર મન પછી એ પ્રસન્નતા સર્વે જીવોને પ્રાપ્ત થવાની કામના કરી શકે છે, પ્રભુ પાસે પ્રાર્થના કરી શકે છે.
સર્વત્ર સર્વે જીવો સુખી થાઓ
:
મને દુઃખ પ્રિય નથી તો કોઈ જીવને પ્રિય નથી; એટલા માટે કોઈ જીવને દુઃખ ન આપવું જોઈએ. મને સુખ પ્રિય છે તો સર્વ જીવોને સુખ પ્રિય છે ! એટલા માટે તો સર્વ જીવોને સુખ આપવું જોઈએ - આવી ભાવના ટકી રહે કે-સર્વે જીવો સુખી થાઓ... તો સ્વયં કષ્ટ વેઠીને ય બીજાંને સુખ આપશો. જાણીજોઈને કોઈ પણ નાના મોટા જીવને દુઃખ આપવાનું નથી. જે બાળકોને સારા સંસ્કારો મળ્યા નથી, એ બાળકો નાનાં નાનાં દેડકાં આદિ પશુપક્ષીઓને પથ્થર મારીને આનંદ મનાવે છે. વગર કારણે ગાય-ભેંસોને ઠંડા મારે છે. આવા જડબુદ્ધિવાળા લોકોમાં ‘સર્વે જીવો સુખી થાઓ... સૌનું કલ્યાણ થાઓ...' એવી ભાવના હોતી જ નથી. ધ એલિફન્ટ મેન - એક ફિલ્મ ઃ
મેં એક પુસ્તકમાં આ ફિલ્મની વાર્તા વાંચી છે. અતિ રોમાંચક છે આ વાર્તા. આ ફિલ્મનું નામ જ એવું છે કે આપણને વિચાર આવે જ કે એમાં શું હશે ? આ વાર્તામાં એવું છે - એક મેળો ભરાયેલો છે. એક પિંજરામાં વિચિત્ર આકૃતિવાળો એક મનુષ્ય ઊભો રાખ્યો છે. એ પિંજરાનો માલિક ટિકિટો વેચીને પૈસા કમાઈ રહ્યો છે.
એક હોસ્પિટલનો ડૉક્ટર જ્યારે પિંજરામાં પુરાયેલા વિચિત્ર મુખવાળા મનુષ્યને જુએ છે, તો એની આંખોમાંથી ધીરે રહીને આંસુનાં બે બિંદુઓ ટપકી પડે છે. ગમે તેમ કરીને ડૉક્ટર એ પિંજરાના માણસને હોસ્પિટલમાં લઈ આવે છે. એ માણસે તેના માલિકનો ખૂબ જ માર ખાધો હોય છે. માલિક ક્રૂર હોવાથી અનેક વાર એ મનુષ્યને લાકડીથી મારતો હતો. વિચિત્ર મુખવાળો એ માણસ માત્ર અવાજ કાઢી શકતો હતો, બોલવું પડે તો મુશ્કેલીથી બે અસ્પષ્ટ શબ્દો બોલતો હતો.
ડૉક્ટર એને હોસ્પિટલમાં પ્રેમથી રાખે છે. એ હાથી જેવા મુખવાળો માણસ બોલવા લાગે છે. સૌની સાથે વાત કરે છે. પુસ્તકો વાંચે છે. શેક્સપિયરનું નાટક વાંચે છે, વાંચતાં વાંચતાં એને નાટકના સંવાદો યાદ રહી જાય છે. કોઈ કોઈ વાર એકલો-એકલો સંવાદ બોલે છે. એ બાઈબલના પેરેગ્રાફ બોલે છે. ડૉક્ટરની સાથે શાન્તસુધારસ : ભાગ ૩
૧૧