________________
शत्रुजनाः सुखिनः समे, मत्सरमपहाय । મનુ ાનુમનસાડધ્વની, શિવસાવ્યા હાય | ક્॥ વિનય. सकृदपि यदि समतालवं हृदयेन लिहन्ति ।
विदितरसास्तत इह रतिं, स्वत एव वहन्ति ॥ ६ ॥ विनय. किमुत कुमतमदमूर्च्छिता दुरितेषु पतन्ति । जिनवचनानि कथं हहा ! न रसादुपयन्ति ॥ ७ ॥ विनय. परमात्मनि विमलात्मनां परिणम्य वसन्तु ।
विनयसमतामृतपानतो जनता विलसन्तु ॥ ८ ॥ विनय.
૫. શત્રુ લોકો પણ વેર વિરોધ છોડીને સમતાભાવ પ્રાપ્ત કરો અને સુખી બનો. એ પણ શાશ્વત સુખના ઘર તરફ જવાની રુચિવાળા બનો.
૬. એક વાર જો આત્મા, ભાવથી સમતારસનું આસ્વાદન કરે, પછી તો એનો રસ અનુભવીને એ જાતે જ સમત્વમાં ડૂબી જશે.
૭. સમજમાં નથી આવતું, પ્રાણી શા માટે ખોટી ધારણાઓ બાંધીને પાપકર્મોની ઊંડી ખીણમાં ગબડી પડે છે ? એમને તીર્થંકર ભગવંતોની વાણીમાં રુચિ કેમ પેદા થતી નથી ?
૮. શુદ્ધ આત્માઓ પરમાત્મભાવમાં ડૂબ્યા રહો. વિનયસભર સમતાનું પાન કરીને જગત આનંદિત રહો. પ્રસન્ન અને પ્રમુદિત રહો.
શત્રુ પણ સુખી થાઓ :
જે મનુષ્ય આપણી સાથે મૈત્રી-પ્રેમ રાખે છે, એના સુખની કામના કરવી સર્વજન સાધારણ વાત છે, પરંતુ જે માણસ આપણી સાથે શત્રુતા રાખતો હોય, શત્રુતાપૂર્ણ વ્યવહાર કરતો હોય, એને માટે સુખની કામના કરવી સરળ વાત નથી. કારણ કે શત્રુ કદાચ મત્સરવાળો થઈ જાય છે, એટલે કે બીજાંનું સારું-ભલું જોઈ શકતો નથી. તે મનમાં બળતો રહે છે, પોતાની જાત ઉપર ધિક્કાર વરસાવે છે. પોતે જ પોતાનો તિરસ્કાર કરે છે. પોતાની જાત ઉપર ઘૃણા અને નફરત કરે છે - એવા શત્રુ પ્રત્યે મૈત્રી ભાવના ભાવવી એ સરળ નથી. મત્સરભાવને છોડીને શત્રુ પણ સુખી થાઓ, સમતાભાવ પ્રાપ્ત કરો અને શાશ્વત સુખ-મોક્ષની પ્રાપ્તિ કરવાની રુચિવાળો થાઓ.. મત્સરભાવ દૂર થાઓ
:
શત્રુમાં રહેલો મત્સરભાવ દૂર થશે તો જ એ સુખશાન્તિ પામી શકશે. મત્સર એ દ્વેષનો જ પર્યાય છે. પ્રશમતિ”માં કહેવામાં આવ્યું છે -
મૈત્રી ભાવના
૧૩૯