________________
એટલા માટે એવાં સુખોની અભિલાષા છોડી જ દો. અનંત અનંત જન્મોથી એ સુખો પામીને, ભોગવીને, છેવટે તો કશું જ પામ્યા નથી. મળ્યું છે માત્ર નર્યું દુખ ! કેવળ ત્રાસ! અને નરી વિડંબણા ! હવે તો રસ્તો બદલવો જ પડશે.
હવે તું આવ મારી સાથે એક નવા-નવલા બજારમાં - એ છે આત્માનું બજાર! તારી અંદર જ આ બજાર ભરાયેલું છે. ત્યાં સુખ મળે છે - અપાર સુખ મળે છે. એ બધાં સુખોની ત્રણ વિશેષતાઓ છે. એ સુખ 1 નિત્ય (ચિરસ્થાયી) હોય છે. - અભય (ભયરહિત) હોય છે. - સ્વાધીન (સ્વતંત્ર) હોય છે.
આ સુખો ઈન્દ્રિયાતીત હોય છે, એ જ રીતે તેમની અનુભૂતિ ઇન્દ્રિયાતીત છે. આ અનુભવ તમારું મન કરી શકે છે. તમારો આત્મા કરી શકે છે.
પહેલાં તમે શાન્તિનું પ્રશમસુખ પ્રાપ્ત કરી. એ સુખનિત્યં છે, અભયપ્રદ છે અને સ્વાધીન છે. પ્રશમભાવ-ઉપશમભાવની એવી પ્રાપ્તિ કરો, પ્રાપ્ત કરીને એને એ રીતે સાચવી-સંભાળીને રાખો કે તે કદી જાય જ નહીં. આ ભાવ જેવો જ આત્મસાતુ થયો કે ત્યાં આત્મામાં સુખનો સાગર લહેરાયો જ સમજો. ભયની ડરાવનારી માયામરીચિકા તો ઊભી પૂંછડીએ નાસી જશે. કોઈ પણ પ્રકારનો ડર તમને ડરાવી નહીં શકે, તમે નિર્ભય બની જશો અને બીજાંને ય નિર્ભય બનાવી દેશો. - પ્રશમભાવજન્ય સુખના ઉપભોગમાં તમે સ્વાધીન છો. ત્યાં કોઈ પરાધીનતા યા પરાશ્ચિતતા નથી. પ્રશમભાવમાંથી ક્ષમાનું સુખ, નમ્રતાનું સુખ, સરળતાનું સુખ અને નિલભતાનું સુખ પ્રકટ થાય છે. દુખી જીવો પ્રત્યે કરુણાનો ભાવ પેદા થશે, ઉત્તમ જીવો પ્રત્યે પ્રમોદનું સુખ પેદા થશે. આ તમામ સુખોને તે નિર્ભયતાથી ભોગવી શકીશ.
આ નિત્ય, સ્વાધીન અને અભયપ્રદ સમતાસુખનો, પ્રશમસુખનો એક વાર પણ આસ્વાદન કરી લેવાનો ગ્રંથકાર ઉપદેશ આપે છે. આ જીવનમાં જો એક વાર પણ શાન્તસુધાનું પાન કરી લીધું તો પછી તમે સ્વયે જ સમત્વમાં, શાન્તસધામાં, ઉપશમભાવમાં ડૂબી જશો. આ પ્રયાસમાં સફળતા થોડીક પણ મળી ગઈ તો જીવન ધન્ય બની જશે. શાન્તભાવ - પ્રશમભાવની આરાધના
પ્રશાન્તાત્મા જ નિજાનંદની મસ્તીમાં ડૂબી શકે છે. પ્રશાન્ત મનુષ્ય જ અગમઅગોચર સુખની મધુર અનુભૂતિ કરી શકે છે. પછી ભલેને એની પાસે સૂક્ષ્મ બુદ્ધિ
|
મૈત્રી ભાવના
આ
૧૪૩]