________________
શું કરીએ ? જો કોઈ દૂધ છોડીને મૂત્ર પીએ, તો આપણે શું કરીએ ? શાસ્ત્ર કોને કહે છે ? :
ચૌદ પૂર્વધર જ્ઞાની પુરુષો 'રામ્' ધાતુનો અર્થ અનુશાસન કરે છે અને ત્રૈક્ ધાતુનો અર્થ સર્વ શબ્દવેત્તાઓએ પાલન’ના અર્થમાં સુનિશ્ચિત કર્યો છે.
એટલા માટે રાગદ્વેષથી જેમનાં ચિત્ત વ્યાપ્ત છે એમને સદ્ધર્મમાં અનુશાસિત કરે છે તે શાસ્ત્ર, દુઃખોથી બચાવે છે તે શાસ્ત્ર. આથી સજ્જન લોકો એને શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર કહો યા સૂત્ર કહો, એક જ અર્થ છે. શાસ્ત્ર સર્વશવચન જ છે. શાસ્ત્રાધ્યયનનો પ્રભાવ ઃ
શાસ્ત્ર, સંસારના સ્વભાવને વાસ્તવિક સ્વરૂપમાં બતાવનાર છે. સર્વ બંધનોથી મુક્ત, પૂર્ણ આત્મસ્વરૂપને બતાવનાર છે. શરણાગત જીવોનું નિષ્પાપ ઉપયોગથી પરિરક્ષણ કરનાર છે. એવું શાસ્ત્ર એટલે દ્વાદશાંગી પ્રવચન.
એવું શાસ્ત્ર એટલે સર્વજ્ઞનું કથન-વચન.
એવું શાસ્ત્ર એટલે વીતરાગ-વીતદ્વેષ અને ગતમોહ પરમાત્માનું વચન.
જે વીતરાગ નથી, દોષમુક્ત નથી, એવા લોકોનાં વચન, ગ્રંથ, શાસ્ત્ર, સૂત્ર ન બની શકે. કારણ કે એવા રાગદ્વેષ મોહથી ઘેરાયેલા, બની બેઠેલા ‘ભગવાનો’નાં વચનો ન તો સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજાવી શકે છે કે ન તો મોક્ષમાર્ગનું યથાર્થ નિરૂપણ કરી શકે છે કે ન એ નિષ્પાપ ઉપાયોથી શરણાગત જીવોનું પરિરક્ષણ કરી શકે છે; તો પછી એમને શાસ્ત્ર કહીએ કેવી રીતે ?
જેના અધ્યયનથી મનુષ્યના હૃદયમાં, ભાવુક હૃદયના જીવોમાં સંસારનાં સુખો પ્રત્યે વૈરાગ્ય ભાવના ન જાગે, જેના અધ્યયનથી શિવ-અચલ-અનુજ, અનંત-અક્ષય, અવ્યાબાધ એવા મોક્ષનું આકર્ષણ ન જાગે, એને શાસ્ત્ર યા સૂત્ર કેવી રીતે કહી.
શકાય ?
શ્રીપાલચરિત્રમાં મયણાસુંદરી :
શ્રીપાલચરિત્રમાં મયણાસુંદરીનું લગ્ન ગુસ્સે થયેલા તેના પિતાએ-રાજાએ એક કુષ્ઠરોગી ઉંબરરાણા (શ્રીપાલ) સાથે કરી દીધું, ત્યારે ઉબુદ્ધ એવી મયણાસુંદરી સર્વજ્ઞવચનને સહારે જ સ્વસ્થ, નિર્ભય અને નિાકુલ રહી શકી હતી. એણે સદ્ગુરુની પાસે એવાં શાસ્ત્રોનું અધ્યયન-પરિશીલન કર્યું હતું.
સંસારમાં કર્મોને કારણે આવું બધું તો બનતું રહેવાનું. તેના દિલમાં પોતાના
શાન્તસુધારસ : ભાગ ૩
૨૯૪