________________
પાછળ હોય છે જ. આ કારણોનાં નામ આ પ્રકારે છે : (૧) કાળ (૨) સ્વભાવ (૩) ભવિતવ્યતા (૪) કર્મ અને (૫) પુરુષાર્થ.
હવે એક-એક કારણ સમજાવું છું.
કાળઃ
વિશ્વમાં એવા પણ કેટલાય કાર્ય દેખાય છે કે જેમાં કાળ જ કાર્ય કરે છે. પરંતુ ત્યાં ‘કાળ’ને મુખ્ય કારણ સમજવું જોઈએ અને બાકીનાં ચાર કારણોને ગૌણ સમજવાં જોઈએ ઃ (૧) સ્ત્રી ગર્ભવતી થાય છે અને તે નિશ્ચિત કાળ-સમયે જ બાળકને જન્મ આપે છે. (૨) દૂધમાંથી અમુક સમયે જ દહીં જામે છે. (૩) તીર્થંકર પણ પોતાનું આયુષ્ય વધારી શકતા નથી અને નિશ્ચિત સમયમાં જ એમનું નિર્વાણ થાય છે. (૪) છ ઋતુઓ પોતપોતાના સમયે જ આવે છે અને બદલાય છે. આ બધામાં કાળ પ્રમુખ કારણ હોય છે.
સ્વભાવઃ
સ્ત્રીને મૂછ કેમ આવતી નથી ? આ સ્વભાવ છે. હથેળીમાં વાળ કેમ ઊગતા નથી ? લીમડાના ઝાડ ઉપર કેરી કેમ નથી આવતી ? મોરનાં પીંછાં એવાં રંગબેરંગી અને કલાત્મક કેમ હોય છે ? બોરના કાંટા એવા અણીદાર કેમ હોય છે ? ફળફૂલના આવા વિવિધ રંગ શા માટે ? પર્વત સ્થિર અને વાયુ ચંચળ શા માટે ? આ તમામ પ્રશ્નોનું સમાધાન એક જ શબ્દ છે - સ્વભાવ.
ભવિતવ્યતા :
આંબાના વૃક્ષ ઉપર ફળ આવે છે, કેટલાય નીચે પડી જાય છે. કેટલીક કેરીઓ મીઠી તો કેટલીક ખાટી શા માટે ? જેને સ્વપ્નમાંય આશા ન હોય એવી વસ્તુ એને મળી જાય છે, કેમ ? એક મનુષ્ય યુદ્ધમાંથી જીવતો આવે છે જ્યારે બીજો ઘરમાં જ મરી જાય છે, એવું કેમ ? આ બધાં કારણોમાં મુખ્ય કારણ ‘ભવિતવ્યતા’ હોય છે. કર્મ
*
જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, એ કર્મને કારણે જ. રામને વનવાસ રહેવું પડ્યું અને સતી સીતા ઉપર કલંક આવ્યું, એ કર્મને કારણે જ થયું. ભગવાન મહાવીર દેવના કાનોમાં ખીલા ઠોકાયા - આ બધું કર્મને કારણે જ થયું. ભૂખ્યો ઉંદર ટોપલી જોઈને કાપે છે, એની અંદર ઘુસી જાય છે. અંદર બેઠેલો સાપ એ ઉંદરને ગળી જાય છે - આ બધું કર્મને કારણે જ બને છે. આ તમામ કાર્યોમાં મુખ્ય કારણ કર્મ જ છે.
૩૬
શાન્તસુધા૨સ : ભાગ ૩