________________
મન-મર્કટને ધ્યાનના ખીલે, જ્ઞાનની સાંકળે બાંધોજી, નીતિનિયમનો ઉદય વધારો, પછી રહે શું વાંધોજી ?... હવે સંક્ષેપમાં આ કાવ્યનો અર્થ સમજી લો.
સંસારસાગરની પાર ઊતરવા માટે મનુષ્ય-જન્મ જ અંતિમ દ્વા૨ છે. જો તમે સાવધાન નહીં રહો તો તમારા માથા ઉપર મોતનાં નગારાં વાગી રહ્યાં છે. જે સમય વીતી ગયો તે પાછો નહીં આવે, આયુષ્ય વધતું નથી, એટલા માટે દાન, શીલ, તપ, ભાવ આદિ સત્કર્મ કરીને જન્મજન્માન્તરનું પાથેય બાંધી લો.
આ યૌવનનું જોર ચાર દિવસનું છે, પછી પરિવર્તનમાં વાર નહીં લાગે. વૃદ્ધાવસ્થારૂપ રાક્ષસી તમારી રાહ જોઈ રહી છે, એ સમયે તમારે પસ્તાવું પડશે.
‘જલતરંગ જેવી આ જિંદગી છે. આયુષ્ય પાણીના પરપોટા જેવું છે. એટલા માટે ચેતન ! ચેતી જા ! આ કીર્તિ, પ્રભુતા અને લક્ષ્મી વીજળીના ચમકારા જેવી છે. આંખના પલકારામાં નષ્ટ થઈ જાય છે. આ કાયા... આ માયા... બધું જ જૂઠું છે. આખા જગતનો ખેલ જૂઠો છે. ક્ષણિક વસ્તુનો ભરોસો ન કંરો.
ન
આયુષ્યની એક-એક ક્ષણનું મૂલ્ય કરો. કેટલાંક સુકૃતો પણ કરતા રહો. ધર્મઆરાધનાનો સમય વધારી દો. મન-મર્કટને ધ્યાન'ના ખીલે બાંધી લો અને જ્ઞાનના પિંજરે પૂરી દો. આટલું કરી લો, પછી કોઈ ચિંતા નહીં. શ્રી લલિતમુનિનો એક કાવ્યાંશ શ્રી લલિતમુનિ કહે છે -
આવો માનવજન્મ તું પામ્યો છે, પુણ્યપ્રભાવે જાણ, આવો ઉત્તમ કુળે જન્મ મળ્યો તો સુણ લે વીરની વાણ...... મિથ્યાત્વ-સઉ છોડી અંતરથી ધારી લે જિનવર મનથી, ખટપટ પ્રમાદ છોડી દે જીવ, પામીશ આતમ લ્હાણ... દાન-શીયલ-તપ-સમતા ધરજે દયા-સમા-સંતોષ મેલવજે, દેવગુરુ સુધર્મ માંહી રહીશ નહીં અણજાણ, શાસ્ત્રશ્રવણ તુ નિત્યે કરજે, જિનવચને શ્રદ્ધા અનુસર... કવિ કહે છે : “પુણ્યકર્મના પ્રભાવથી જ આવો મનુષ્યભવ તને મળ્યો છે અને આવા ઉંત્તમ કુળમાં જન્મ મળ્યો છે, તો મહાવીર પ્રભુની વાણી સાંભળી લે. મિથ્યાત્વ આદિ દોષોનો ત્યાગ કર. અંતઃકરણથી જિનવરને માની લે. દુનિયાની ખટપટો છોડી દે, પ્રમાદનો ત્યાગ કર, તો હે જીવ ! તું આત્માની લક્ષ્મી પામીશ. દાન-શીલ-તપ, સમતા, દયા-ક્ષમા-સંતોષ આદિ ગુણ પ્રાપ્ત કરી લે; દેવ-ગુરુ-ધર્મની ઓળખાણ કરી લેજે અને પ્રતિદિન સદ્ગુરુ પાસે શાસ્ત્રનું શ્રવણ કરજે. જિનવચનો પર શ્રદ્ધાવાન બની રહેજે.”
બોધિદુર્લભ ભાવના
૮૩