________________
મારગ સાચો કોણ બતાવે? જાકો નઈકે પૂછીએ તે તો
અપની અપની ગાવે! મારગ. જો સાધુપુરુષોને સન્માર્ગના વિષયમાં પૂછીએ તો - આપણા પ્રશ્નોનું સમાધાન કરવું હોય, તો સાધુપુરુષોમાં આટલી વાતો જોવી જોઈએ - 1 નિમિત્ત હોય યા ન હોય, સાધુ અટ્ટહાસ્ય ન કરે. v ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારો હોય.
બીજાંની નિંદા ન કરે. મમઘાતી વચન ન બોલે. શીલવાન હોય. અતિચારોથી પોતાના વ્રતોને મલિન ન બનવા દે. . રસલંપટતા (રસગારવ) ન હોય. ક્ષમાશીલ હોય. સત્યનિષ્ઠ હોય.
ગુરુજનો પ્રત્યે વિનમ્ર હોય. | ગતિ-સ્થાન, ભાષા અને ભાવની અપેક્ષાથી ચંચળ ન હોય. | ગુરુજનો સાથે સરળ-નિષ્કપટ વ્યવહાર હોય.
કૌતુકતા ન હોય. | કોઈનો પણ તિરસ્કાર ન કરે. ક્રોધને પોતાના) અલ્પજીવી રાખનારો હોય. આગમજ્ઞાની હોવા છતાં પણ અભિમાન ન હોય. આચાર્ય આદિનાં છિદ્રાન્વેષણ કરનારો ન હોય. અપરાધી એવા મિત્રો ઉપર પણ ક્રોધ ન કરે. મિત્ર ઉપર ઉપકાર કરનારો હોય, ભલેને મિત્ર સેંકડો અપકાર કરનારો હોય!
પરોક્ષે પણ એનો દોષ પ્રકટ ન કરે. . વચનયુદ્ધ ન કરે. શારીરિક યુદ્ધ પણ ન કરે. i કર્તવ્યપાલન કરનાર કુલીન હોય. 1 લજ્જાશીલ હોય, મન મલિન થવા છતાં અકાર્ય ન કરે. " ગુરુજનો પાસે રહેનારો હોય એટલે કે ગુરુકુલવાસી હોય. [ કરુણા ભાવના
૨૪૧]