________________
યાવજીવન ગુરુઆજ્ઞામાં રહેનારો હોય. . સધર્મમાં ઉદ્યમી હોય, શાસ્ત્રાભ્યાસી હોય, તપસ્વી હોય. I અપ્રિય કરનારાઓ પ્રત્યે પણ પ્રિય વચન બોલનાર હોય. u શાસ્ત્રાર્થને ગ્રહણ કરનાર હોય. બહુશ્રુત મુનિની વિશેષતાઓ • બહુશ્રુત મુનિ, મુનિધનિ, જિનાગમનને અને જૈનશાસનના યશને વિશિષ્ટ રીતે
શોભાયમાન કરે છે. . બહુશ્રુત મુનિ સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
બહુશ્રુત મુનિ રાતદિવસ સ્વાધ્યાયલીન રહેવાથી, અભિમાની એવા પરવાદીની સામે પરાજિત નથી થતા, પરવાદીને જીતે છે. વિવિધ વિદ્યાઓથી અલંકૃત બહુશ્રુત મુનિ સ્થિર પ્રજ્ઞાવાળા હોય છે, એટલા માટે એ બળવાન અને પરવાદી-વિજેતા હોય છે. બહુશ્રુત મુનિ સ્વ-પર શાસ્ત્રોના પારગામી હોય છે. સાધુસમુદાયના અધિપતિ
હોય છે. આચાર્યપદ ઉપર શોભાયમાન હોય છે. - બહુશ્રુત મુનિ સ્વાભાવિક પ્રતિભાવાળા અને સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રથી
અલંકૃત હોય છે. કર્મશત્રુને જીતનારા હોય છે. ' બહુશ્રુત મુનિ દાન-શીલાદિ ધર્મોથી કર્મશત્રુનું હનન કરનારા હોય છે. આમષઔષધિ આદિ મહાન ઋદ્ધિવાળા હોય છે. ૧૪ પૂના જ્ઞાતા હોય છે. બહુશ્રુત મુનિ શ્રુતજ્ઞાનથી સર્વ અતિશયોના જ્ઞાતા હોય છે. પ્રશસ્ત લક્ષણવાળા હોય છે. હાથમાં વજનું ચિહ્ન હોય છે. ઘોર તપશ્ચર્યા કરવાથી કુશ શરીરવાળા હોય છે. ઉત્કૃષ્ટ ક્રિયાઓથી વિશિષ્ટ શક્તિવાળા હોય છે. ધર્મદ્રઢતાને કારણે દેવપૂજિત હોય છે. બહુશ્રુત મુનિ અજ્ઞાનરૂપી અંધકારના વિનાશક હોય છે અને સંયમસ્થાનોમાં ક્રમશઃ શુદ્ધ-શુદ્ધતર અધ્યવસાયોને કારણે તપ તેજથી તીવ્ર રૂપે શોભાયમાન હોય છે, બહુશ્રુત મુનિ નક્ષત્ર સમાન અનેકવિધ મુનિવરોના સ્વામી હોય છે અને શ્રમણjદથી પરિવરિત સકલ કલાઓથી પૂર્ણ હોય છે. બહુશ્રુત મુનિ અમૃતફળ સમાન શ્રુતજ્ઞાનથી યુક્ત, દેવોથી પૂજ્ય અને સર્વ સાધુઓમાં પ્રવર હોય છે.
૨૪૨
- શાન્તસુધારસઃ ભાગ ૩]