________________
અન્ય અનેક વિશેષતાઓ બહુશ્રુત મુનિવરોમાં હોય છે. અલબત્ત, આ કલિકાલમાં - વર્તમાન સમયમાં એવા બહુશ્રુત મુનિ નથી, છતાં પણ આમાંની કેટલીક વિશેષતાવાળા જ્ઞાની મુનિરાજને પોતાના વિશિષ્ટ પ્રશ્નો પૂછવા જોઈએ અને સમાધાન પ્રાપ્ત કરવું જોઈએ. જે જ્ઞાની ન હોય, સંયમી ન હોય, દેશજ્ઞ-કાલજ્ઞ ન હોય, એમને પ્રશ્નો પૂછવા ન જોઈએ. વ્યવહારમાર્ગમાં કોની સલાહ લઈશું ? :
આમ તો સલાહ કોની માનીએ ? ખૂબ ગૂંચવણભર્યો પ્રશ્ન છે. એનો સાચો જવાબ એ છે કે પ્રથમ એ વિચારો કે ‘તમારો સાચો હિતેચ્છુ કોણ છે ?' આનો નિર્ણય કરતાં આ જ તથ્ય ધ્યાનમાં રાખવું ોઈએ કે ઔચિત્ય, ન્યાય અને વિવેકની કસોટી ઉપર કર્યું માર્ગદર્શન સાચું ઊતરે છે ? જો સાચી વાત માનવાને કારણે, સાચા માર્ગે ચાલવાને કારણે અન્ય તરફથી ઉપહાસ સહન કરવો પડે છે તો એને હાથી ચાલે છે અને કૂતરાં ભસે છે'વાળી નીતિ જ અપનાવવી જોઈએ. પણ કોઈ દબાણમાં આવીને અનીતિ ન અપનાવવી જોઈએ.
જો સલાહ પોતાપણાના આધારે જ માનવાની હોય, તો આપણાપણાનો ડાયરો થોડોક વિસ્તૃત ક૨વો જોઈએ. લોહીના સંબંધો કરતાં વધારે સગા એ માણસો હોય છે કે જેઓ સ્વાર્થ અને અહંથી પર હોય છે. જેમની વૃત્તિમાં શોષણનું ક્લુમ ન હોય, એવા વિશિષ્ટ પ્રજ્ઞાવાન સંયમી પુરુષ આપણા સગાંઓ કરતાં વધારે ‘આપણા’ હોય છે.
આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ, આચાર્યશ્રી બપ્પભટ્ટીસૂરિ, આચાર્યશ્રી હીરસૂરિજી જેવા જ્ઞાની પુરુષોએ પોતાના જમાનામાં અનેકોને અનન્ય સલાહ આપીને તુચ્છ જેવા લોકોનો જબરદસ્ત ભાવ વિકાસ કરીને ઉત્તુંગતાના શિખરે પહોંચાડ્યા હતા. જ્ઞાની-પ્રજ્ઞાવંતની સલાહ અને પ્રેરણા કોઈને પણ મહામાનવ બનાવવા સમર્થ બને છે. શરત માત્ર એટલી કે તેને પૂરા હૃદયથી સ્વીકારવામાં આવે.
જ્યાં જિંદગીની સમસ્યાઓને ઉકેલવાની સલાહનો મામલો હોય ત્યાં આ કામ માત્ર પ્રામાણિક વ્યક્તિના વિશ્વાસે જ કરવું જોઈએ. પ્રામાણિક તો એ છે કે જેમણે પોતાની વૃત્તિઓનું પરિમાર્જન કર્યું છે. જેમને આપણી સાથે કોઈ સ્વાર્થ નથી. જેમની પાસે આપણને આપવા માટે જિંદગીનો અનુભવ છે, અમૂલ્યવિચારો છે. ભાવસભર સંવેદનાઓ છે. એવી વ્યક્તિઓના પરામર્શમાં જીવનની દિશાને બદલી નાખવાની શક્તિ હોય છે. એમની સલાહ આપણા ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરે છે.
એટલા માટે સલાહ સ્વીકારવામાં પૂરેપૂરી સતર્કતા રાખવી જરૂરી છે. કોની કેટલા પ્રકારની, કેટલી સલાહ સ્વીકારવી જોઈએ અને કેટલી ઉપેક્ષા કરવી જોઈએ
કરુણા ભાવના
૨૪૩