________________
મને શરીર પણ કેટલું નીરોગી મળ્યું છે! શરીર નીરોગી હોય તો જ મોક્ષમાર્ગની આરાધના સારી રીતે થઈ શકે છે ને? શરીર સ્વસ્થ હોવાથી જ હું સંયમ યોગોની. સાધના કરી શકે છે. જ્ઞાન-ધ્યાન, તપ, ત્યાગ. પરમાર્થ પરોપકાર આદિની આરાધના શરીર સ્વસ્થ હોય ત્યારે જ કરી શકાય છે. સાચું પૂછો તો મારા નિરામય શરીરે તો મને ઘણી જ સહાય કરી છે. તે આરાધનાના માર્ગ ઉપર મને ઘણી સહાય આપી રહ્યું છે.
આનાથી ય મારું વિશેષ સૌભાગ્ય તો એ છે કે મારું આયુષ્ય પૂરું થયું નથી. ભલેને નિરોગી દેહ હોય, પરંતુ આયુષ્ય પૂર્ણ થઈ જાય તો મૃત્યુ નિશ્ચિત બની જાય છે. અથવા તો આયુષ્ય અલ્પ હોત તો બાળપણમાં જ મૃત્યુ આવી ગયું હોત અને તેમ થતાં આરાધના કરવાનો અવસર જ ન મળી શકત.
દીઘાયુષ્યની સાથે જ ધર્મતત્ત્વ પ્રત્યે મારી જિજ્ઞાસા જાગી, આ શું ઓછી વાત છે? હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જઈશ? આ સૃષ્ટિ શા માટે છે? સૃષ્ટિ કેવી છે? સૃષ્ટિમાં આવી વિષમતાઓ કેમ છે? આવી ઘણી બધી બાબતોમાં જિજ્ઞાસા જન્મી અને એટલામાં...........
મને ધર્મતત્ત્વનું રહસ્ય સમજાવનારા પરમ ઉપકારી ગુરુદેવ મળી ગયા. પ્રમાદ ખંખેરીને, મદ-માન છોડી દઈને, ભય-શોકની ભાવનાઓનો ત્યાગ કરીને અને બીજાં ઘણાં કાર્યો છોડી દઈને મેં ગુરુદેવને ચરણે બેસીને ધર્મશ્રવણ કર્યું. એવા ચારિત્રવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવંત ઉપકારી ગુરુદેવ મળવા એ પણ મહાન પુણ્યોદય દ્વારા જ બની શકે છે. મળી ગયા છતાં પણ એમના ચરણોમાં વિનયપૂર્વક બેસીને ધર્મશ્રવણ કરવાનું કામ અતિ દુર્લભ છે.
ઘરનાં કાર્યોની વ્યસ્તતા, આળસ, મોહ, અવજ્ઞા, અભિમાન, પણતા, ભય, શોક, અજ્ઞાન, કુતુહલ ઈત્યાદિ કારણો ધર્મમાં બાધક બને છે. મારો પરમ પુણ્યોદય કે મને આમાંનું એક પણ કારણ બાધક બન્યું નથી. મેં ધર્મશ્રવણ કર્યું. જેમ જેમ ધર્મશ્રવણ કરતો ગયો, તેમ તેમ અજીવાદિ તત્ત્વોનું જ્ઞાન થતું ગયું અને સર્વજ્ઞભાષિત તત્ત્વ જ સાચું હોઈ શકે એવી શ્રદ્ધા મારી અંદર ઉત્પન્ન થઈ.
ધર્મશ્રવણ તો કેટલાયજીવો કરે છે, પરંતુ દરેકને બોધિ પ્રાપ્ત થતી નથી. સમ્યગુ દર્શન અને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ સર્વ જીવોને થતી નથી. સેંકડો જન્મોની આરાધના પછી જ બોધિ' મળે છે. મને એ બોધિલાભ થઈ ગયો. મને જિનોક્ત તત્ત્વોમાં કોઈ શંકા નથી. મારું મન નિઃશંક બની ગયું છે. હવે મને બીજા કોઈ અ-સર્વશના તત્ત્વનું જરાયે આકર્ષણ રહ્યું નથી.
અતિ મૂલ્યવાન બોધિલાભ મને પ્રાપ્ત થઈ ગયો છે. હે પરમાત્મા! મારી આ
૫૪T
| શાન્ત સુધારસઃ ભાગ ૩]