________________
બોધિ કદીય ચાલી ન જાય, બસ આટલી જ કૃપા મારી ઉપર કરજે.”
આ જ ભાવના પ્રતિદિન ભાવવાની છે. એટલા માટે ભાવનાનું પ્રારૂપ બતાવી દીધું. હવે ગ્રંથકારે પ્રથમ શ્લોકમાં “બોધિનો જે મહિમા બતાવ્યો છે, પ્રભાવ અને ફળ બતાવ્યાં છે, એ હવે બતાવું છું. બોધિરત્નનો પ્રભાવ
બોધિનો પ્રભાવ સાંભળતા પહેલાં બે વાતો સાંભળી લો - બોધિતત્ત્વ બહારથી આવતું નથી. એ આત્માનો ગુણ છે. આત્મામાંથી આવે છે. આત્મામાંથી જ પ્રકટે છે. દર્શન-મોહનીય કર્મના ઉપશમ - ક્ષયોપશમ-ક્ષયથી પ્રકટ થાય છે. બોધિનો અર્થ છે - સમ્યગુ દર્શન - સમકિત - એ શ્રદ્ધારૂપ છે. એ શ્રદ્ધા બે પ્રકારની જોઈએ? (૧) તત્ત્વાર્થ પર શ્રદ્ધા (૨) સુદેવ, સુગુરુ, સદ્ધર્મ ઉપર શ્રદ્ધા. આટલી વાત ધ્યાનમાં રાખીને હવે બોધિનો પ્રભાવ સાંભળો - બોધિથી દેવલોકની દિવ્ય સુખસંપત્તિ મળે છે. આત્મામાં બોધિ હોય અને ત્યારે જો જીવાત્મા આયુષ્યકર્મ બાંધે તો તે અવશ્ય દેવલોકનું જ બાંધે. હા, બોધિ પ્રાપ્ત થવાની પૂર્વે જો નરકગતિનું યામનુષ્ય કેતિયંચગતિનું આયુષ્યકર્મ બંધાઈ ગયું હોય તો પછી પાછળથી ભલે ક્ષાયિક ભાવની બોધિ પ્રકટ થઈ જાય, પરંતુ જીવને નરક આદિ ગતિમાં જવું જ પડે છે. જેમ કે મગધ સમ્રાટ શ્રેણિકે બોધિ પ્રાપ્ત થવાની પૂર્વે નરકગતિનું આયુષ્યકર્મ બાંધી લીધું હતું, એટલા માટે એને મરીને નરકમાં જવું પડ્યું. ભલેને પછીથી ક્ષાયિક સમકિત પ્રાપ્ત કર્યું. એ જ રીતે કષ્ણ મહારાજાએ બોધિ પ્રાપ્ત કરવા પૂર્વે જ નરકગતિનું આયુષ્યકર્મ બાંધી લીધું હતું એટલા માટે તેમને નરકમાં જવું પડ્યું. બોધિ પાછળથી પ્રાપ્ત થઈ, તીર્થકર નામકર્મ પાછળથી બાંધ્યું હતું.
આનો અર્થ એ છે કે બોધિ પ્રાપ્ત થયા પછી જીવ આયુષ્યકર્મ બાંધે છે તો દેવલોકનું જ બાંધે છે. એને ત્યાં દિવ્ય સુખોની પ્રાપ્તિ થાય છે. u બોધિથી જીવને અનેક પ્રકારના આનંદ-ઉલ્લાસ પ્રાપ્ત થાય છે. આ આનંદ આત્માનંદ હોય છે, આ ઉલ્લાસ ભાવોલ્લાસ હોય છે. ભીતરનો ઉલ્લાસ હોય છે. કષ્ટ અને સંકટમાં પણ આ આનંદોલ્લાસ ટકી રહે છે. આગામી જન્મમાં ઉત્તમ કુળમાં જન્મ મળે છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત છે. બુદ્ધિમાન અને દીર્ઘદ્રષ્ટિ મનુષ્ય આગામી જન્મનો વિચાર અવશ્ય કરે છે. એ
| બોધિદુર્લભ ભાવના
| પપ |