SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સાઠ સહસ વરસેં કરી કિરિયા અતિ હી અશુદ્ધ, ભરત અરિસા ભવનમાં, ભાવશુદ્ધ તેં સિદ્ધ | ભરત ચક્રવર્તીએ સાઠ હજાર વર્ષ સુધી અતિ અશુદ્ધ ક્રિયા - યુદ્ધની ક્રિયા કરી હતી, પરંતુ અરિસા ભવનમાં ભાવશુદ્ધિથી તે કેવળજ્ઞાની બની ગયા. નમુકારસી વ્રત નહીં કરતો દૂર-આહાર, ભાવશુદ્ધિ સે સિદ્ધ કૂરગડુ-અણગાર. કૂરગડુ મુનિ કે જે નવકારશીનું પચ્ચખાણ કરી શકતા ન હતા, તે એક ઘડો ભરીને દૂર -ચોખા ખાતા હતા, એ ભાવશુદ્ધિને કારણે જ મોક્ષ પામ્યા હતા. ક્રિયાભાવ અશુદ્ધતા મેલ્યો નરક સમાજ, ભાવશુદ્ધ કેવલ ભયો, પ્રસન્નચંદ્ર ઋષિરાજ. પ્રસન્નચંદ્ર રાજર્ષિને અશુદ્ધ ભાવથી નરકગતિના કર્મ બાંધી લીધાં હતાં, પરંતુ ભાવશુદ્ધિ થતાં જ એમને કેવળજ્ઞાન થયું હતું. વંસ ખેલ કિરિયા કરી, સાધુક્રિયા નહીં લેશ, ઈલાપુત્ર કેવલ ધરે, કારણ ભાવ-વિશેષ. ઈલાચીકુમાર વાંસ ઉપર નૃત્ય કરતો હતો, કોઈ ધર્મક્રિયા કરી ન હતી, છતાં પણ વિશિષ્ટ શુદ્ધ ભાવથી તે કેવળજ્ઞાની થયો હતો. ચરણ-કરણ કિરિયા કરી, ગુરુકું બંધ ચઢાય, ભાવશુદ્ધ કેવલ ભજે, નવદીક્ષિત મુનિરાય. શ્રી ચંડરુદ્રાચાર્યના નવદીક્ષિત સાધુને માત્ર ભાવશુદ્ધિને કારણે જ કેવળજ્ઞાન થયું. અંધારામાં ગુરુને પોતાના ખભા ઉપર ઉપાડીને ચાલતા હતા. રસ્તામાં સારી રીતે ચાલી શકાતું ન હતું. કોઈ વાર પગ ખાડામાં પડી જતો તો કોઈ વાર પગ લંગડાતો ત્યારે ગુરુ ક્રોધથી નવા શિષ્યના માથા ઉપર દડાનો પ્રહાર કરતા....છતાં શિષ્ય સમભાવમાં આગળ ચઢતો ગયો... અને એને કેવળજ્ઞાન થઈ ગયું. કપિલ બ્રહ્મ અતિ લોભવશ, લાલચ મેં લયલીન. શુદ્ધભાવ જબ હી ભજ્યો - આતમપદ - રસલીન. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કપિલ કેવલીની કથા આવે છે. કપિલરાજ સભામાં રાજાના દ્રવ્યની યાચના કરવા ગયા હતા. માગતાં માગતાં રાજાનું રાજ્ય માગી લીધું. પરંતુ અટકી ગયા, આત્મચિંતન લાગી ગયું. ત્યાં રાજસભામાં ઊભા ઊભા જ શુભ ભાવમાં ચડવા લાગ્યા. ધર્મધ્યાન... શુક્લધ્યાન લાગી ગયું. એ કેવળજ્ઞાની થઈ ગયા. [૧૭૬LLLL શાન્ત સુધારસ ભાગ ૩]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy