________________
નાચ-નયન કિરિયા કરી, સાધુ ક્રિયા નહીં કીધું, આષાઢભૂતિ ભાવશુદ્ધ, સિદ્ધ સુધારસ પીધ !
આષાઢભૂતિ ભરત ચક્રવર્તીનું નાટક કરતા હતા, અભિનય કરતા હતા અને ભાવશુદ્ધિ થઈ ગઈ. કેવળજ્ઞાની બની ગયા ! કોઈ સાધુક્રિયા વગર એઓ સર્વજ્ઞ - કેવળજ્ઞાની - વીતરાગ બની ગયા.
ગુણસાગર કેવળ લહ્યો, સાંભલ પૃથવીચંદ, પોતે કેવલપદ લહે, શુદ્ધભાવ શિવસંગ.
પૃથ્વીચંદ્રનો વૃત્તાંત સાંભળતાં સાંભળતાં ગુણસાગર કેવળજ્ઞાની બની ગયા. પૃથ્વીચંદ્ર પણ કેવળજ્ઞાની બન્યા હતા - શુદ્ધભાવને કારણે.
‘જ્ઞાનસાર’ મુનિ કહે છે.
भवपरिणति - परिपाकविण, भावशुद्ध नहीं होत । ભવપરિણતિના પરિપાક વગર ભાવશુદ્ધિ થતી નથી. એટલા માટે ભવપરિણતિનો પરિપાક કરવો જોઈએ. આ પરિપાકના ત્રણ ઉપાય પંચસૂત્રમાં બતાવ્યા છે.
'तस्य पुण विवाग साहणाणि - चउसरणगमणं, दुककडगरिहा सुकडाणासेवणं।'
અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીભાષિત ધર્મનું શરણ લેતા રહો. ત્રિકાલ લેતા રહો. પોતાનાં દુષ્કૃત્યોની ગહિ-નિંદા કરતા રહો અને પંચપરમેષ્ઠીનાં સુકૃત્યોની અનુમોદના કરતા રહો. એનાથી ભવપરિણતિનો પરિપાક અને ભાવ શુદ્ધિ પ્રાપ્ત થશે.
જ્ઞાન ધરો કિરિયા કરો, મન શુદ્ધ ભાવોભાવ, તો આતમમાં સંપજે, આતમ શુદ્ધ સ્વભાવ.
ધ્યાનપૂર્વક ધર્મક્રિયાઓ કરતા રહો અને મનમાં - શુદ્ધ મનમાં ભાવનાઓને ભાવતા રહો, તો આત્મામાં શુદ્ધ સ્વભાવ પ્રકટ થશે.
આ રીતે ભાવછત્રીસી'માંથી કેટલાક અંશો તમને સંભળાવ્યા. ભાવધર્મની અનુમોદના-પ્રશંસા કરતા રહેવું. સુંદર ભાવનાઓ ભાવનારા પણ પ્રમોદને પાત્ર છે. વિનમ્રભાવથી દાન-શીલ-તપ અને ભાવ ધર્મની આરાધના કરનારાઓની પણ આપણે પ્રશંસા કરીએ છીએ.
આજે બસ, આટલું જ.
પ્રમોદ ભાવના
૧૭૭