________________
સમ્યક્તનાં લક્ષણો છે. (૧) ઉપશમ અપરાધ કરનારાઓ પ્રત્યે પણ ક્રોધ ન કરવો. કોઈનો એવો સહજ
ઉપશાન્ત સ્વભાવ થાય છે, તો કોઈને કષાયનાં કવિપાક-ફળોઈને ઉપશમ
ભાવ આવે છે. (૨) સંવેગ ઃ દેવ અને મનુષ્યનાં ઉત્કૃષ્ટ સુખોનો મોહ નહીં અને મોક્ષસુખની
ઈચ્છા. (૩) નિર્વેદઃ નારક, તિયચ, મનુષ્ય અને દેવોનાં સાંસારિક સુખોથી વિરક્તિ -
વૈરાગ્ય. (૪) અનુકંપા દુખી જીવોનાં દુઃખ દૂર કરવા માટેની નિષ્પક્ષ ઇચ્છા એ અનુકંપા.
આ અનુકંપા દ્રવ્ય અને ભાવથી હોવી જોઈએ. (૫) આસ્તિયઃ જિનકથિત તત્ત્વોનો નિરાકાંક્ષ ભાવથી સ્વીકાર કરવો, એ
આસ્તિકતા છે.
આ તો બોધિરત્ન જીવાત્મા કેવી રીતે પામે છે, એનું સંક્ષિપ્ત વિવેચન કર્યું છે. વિસ્તારથી બતાવવું હોય તો ત્રણ ચાર માસ લાગી જાય. એટલા માટે હવે તમને આ બોધિદુર્લભ ભાવનાનો બીજો શ્લોક સમજાવું છું.
अनादौ निगोदान्धकूपे स्थितानामजसं जनुर्मुत्युदुःखार्दितानाम् । परिणामशुद्धिः कुतस्तादृशी स्यात्
यया हन्त तस्मादिनिर्यान्ति जीवाः ॥ २ ॥ નિગોદના અંધારા કૂવામાં પડેલા અને જન્મ-મરણના ચક્કરમાં ફસાઈને દુઃખી દુખી થઈ ગયેલા જીવાત્માના ભાવોની એવી શુદ્ધિ ક્યાંથી થશે કે જેના દ્વારા એ નિગોદમાંથી બહાર નીકળી શકે? નિગોદને જ્ઞાનદ્રષ્ટિથી જુઓ
ગ્રંથકાર આપણને આપણી મૂળભૂત જગા બતાવે છે કે જ્યાં આપણે અનાદિકાળથી હતા. એને “અવ્યવહાર રાશિ' કહેવામાં આવે છે. અનાદિ વનસ્પતિ એટલે અવ્યવહાર રાશિ છે. એ અવ્યવહાર રાશિમાં કેટલાક જીવો અનાદિ-અનંત કાળ સુધી ત્યાં રહે છે, જનમે છે અને મારે છે. એ જીવો કદીય વ્યવહાર રાશિમાં નથી આવતા. પ્રશ્ન : અવ્યવહાર રાશિના નિગોદના) જીવો ક્યારે વ્યવહાર રાશિમાં આવે
[]
| શાન્તસુધારસ : ભાગ ૩]