________________
બીજાએ કહ્યું - વ્યવહારમાર્ગ ખોટો છે, નિશ્ચયમાર્ગ જ સાચો છે. ન તપ કરવું, ન ત્યાગ કરવો. ન પરીષહ સહન કરવા ન દીક્ષા લેવી ! જે ઈચ્છા હોય તે ખાઓ, પીઓ. શરીર જડ છે, આહારના પુદગલો જડ છે. જડ જડને ભોગવે છે. આત્મા તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે! લોકોને તો મજા પડી ગઈ! કોઈ પણ ધર્મક્રિયા
કર્યા વગર ધમત્મિા બનવાની - કહેડાવાની તક મળી ગઈ. | એકે વળી બ્રહ્મચર્ય ઉપર જ પ્રહાર કર્યો. સદાચાર-દુરાચારનો ભેદ મિટાવી દીધો. “સેક્સને ઉત્તેજના આપવા લાગ્યો. લોકોને નચાવવા લાગ્યો. આશ્રમો
બનાવ્યા. ભોગવિલાસમાં લોકોને ડુબાડ્યા. 1 એક બુદ્ધિશાળી વ્યક્તિએ કમરહિત વિજ્ઞાનની નવી વાત કહીને ક્રમિક
મોક્ષમાર્ગનો ઉપહાસ કર્યો. યોગ્ય-અયોગ્યનો ભેદ ન રાખ્યો. પણ આવા
મતવાળાનેય આ દુનિયામાંથી અનુયાયીઓ મળી ગયા! . કેટલાકે નાની નાની વ્યવહારમાર્ગની ધમક્રિયાઓમાં મતભેદ ઊભા કરીને
પોતપોતાના ગચ્છ-સંપ્રદાયો અલગ બનાવ્યા. સત્ય કોને પૂછીએ?? - કોને જઈને પૂછીએ કે કોણ સાચું છે અને કોણ જૂઠું છે?મહામુનિ ચિદાનંદજીએ સાચું જ કહ્યું છે -
મારગ સાચા કૌન બતાવે?
જાકુ જઈ કે પૂછીએ તે તો અપની અપની ગાવે. મારગ તમામ મતવાળા, સંપ્રદાયવાળા, ગચ્છવાળા, પોતાને જ સાચા માને છે. - “અમે જે કહીએ છીએ એ જ સાચું છે.'- એટલા માટે ગ્રંથકાર કહે છે - આ દિવસોમાં દેવો પણ અહીં આવતા નથી, જો આવતા હોત તો એમને પૂછત! દેવો તો જૂઠું નથી બોલતા. દેવદેવીઓ આવતાં નથી. એ રીતે કોઈનવિશેષ અતિશય છે કોઈની પાસે કે જેને પૂછવાથી ઉત્તર મળે. શું કરીએ? સમય વિષમ છે. ન કોઈ કેવળજ્ઞાની છે, ન કોઈ અવધિજ્ઞાની છે, ન તો કોઈ ચૌદપૂર્વધર મહર્ષિ છે. કોને સાચો માર્ગ પૂછીએ?
કોઈને પૂછવાનું નથી, તમે ધર્મ પર વૃઢ શ્રદ્ધા ધારણ કરો. વૃઢ શ્રદ્ધાવાન બનો. તમારી ધર્મઆરાધના નિશ્ચિત મનથી કરતા રહો. બોધિરત્નને સુરક્ષિત રાખો. નવતત્ત્વો પર, સુદેવ, સુગુરુ અને સદ્ધર્મ પર શ્રદ્ધા ટકાવી રાખો.
यावद्देहमिदं गदै मृदितं, नोवाजराजर्जरम् यावत् आयुरभंगुरं निजहिते तावद् बुधैर्यत्यतां ।
| બોધિદુર્લભ ભાવના
]