________________
न देवाः सान्निध्यं विदधति, न वा कोऽप्यतिशयस्तदेवं कालेऽस्मिन्, य इह दृढधर्मा स सुकृती ॥ ५ ॥
મતમતાન્તર અને અલગ અલગ રસ્તાઓનું જંગલ ઊગી નીકળ્યું છે. ડગલે ડગલે પોતાની જાતને બુદ્ધિશાળી માનનારા લોકો જીવોને ભિન્ન ભિન્ન તર્ક-વિતર્ક કરીને પોતાની માન્યતાના ફેંદામાં ફસાવી લે છે. આ દિવસોમાં ન તો દેવોનું સાનિધ્ય છે, ન કોઈ વિશેષ અતિશય યા ચમત્કારોની સંભાવના છે. આવા વિષમ સમયમાં તો જે આત્મા ધર્મપર સુદ્રઢ શ્રદ્ધાવાન હશે, તે જ ભાગ્યશાળી, પુણ્યશાળી હશે.” મતમતાંતરોનું જંગલઃ
મનુષ્ય જીવનમાં મોક્ષમાર્ગની આરાધના કરવી કેટલું મુશ્કેલ છે, બોધિ પામવી અને એને સુરક્ષિત રાખવી કેટલું દુષ્કર કાર્ય છે, એ વાત જણાવતાં કહે છે કે “મતમતાંતરોનું જંગલ ઊગી નીકળ્યું છે. કેટલાક વધારે બુદ્ધિશાળી પુરુષ પોતાની તર્કશક્તિનો દુરુપયોગ કરે છે અને કુયુક્તિઓ દ્વારા સરળ-ભદ્રિક જીવોને સાચા મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે અને પોતપોતાનાં આશ્રમોના વાડામાં બાંધી લે છે - પોતાની કંઠી બંધાવી દે છે. અંતિમ શતાબ્દીમાં તો મત-પંથો વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયા છે. ગ્રંથકારના સમયમાં પણ આવા મત-પંથો ઊગ્યા જ હશે.
હવે વર્તમાનમાં પ્રવર્તમાન કેટલાક પંથ-સંપ્રદાયો અંગે જણાવું છું. નામનિર્દેશ નથી કરતો. કોઈને દુઃખ થાય એવું ન કરવું જોઈએ. એવો પ્રગાઢ મિથ્યાત્વનો અંધકાર હજારો સૂર્યોના પ્રકાશથી પણ દૂર ન થાય. . . આજથી આશરે ૫૦૦ વર્ષો પૂર્વે એકમત સંપ્રદાય એવો ચાલ્યો કે પરમાત્માની
મૂર્તિ અને મંદિરને છોડી દેવામાં આવ્યાં. પરમાત્માની મૂર્તિનાં દર્શન-પૂજન છોડી દેવામાં આવ્યાં ! અનેક કુયુક્તિઓનાં સહારે સરળ જીવોને ભ્રમિત
કરવામાં આવ્યા.. 1 ૨૦૦-૨૫૦ વર્ષો પૂર્વે આ સંપ્રદાયમાંથી ૧૩ સાધુઓ અલગ થયા અને મૂર્તિ
મંદિરના વિરોધની સાથે દાન-દયાનો નિષેધ કર્યો. તેમણે પણ કુયુક્તિઓની જાળ બિછાવી દીધી. ભલાભોળા જીવો એમાં ફસાઈ ગયા. પછી તો કેટલાક ગૃહસ્થોએ પણ પોતપોતાની બુદ્ધિ અનુસાર પોતપોતાના પંથો ચલાવ્યા. એકે કહ્યું - આ કાળમાં ભરતક્ષેત્રમાં સાધુ થઈ જ ન શકે! સાધુઓની પાસે ન જાઓ. તપ કરવું જરૂરી નથી, માત્ર સ્વાધ્યાય કરો! અલગ અલગ જગાએ પોતાનાં પાંચ-સાત આશ્રમો સ્થાપી દીધા અને પોતાનો મત ચલાવ્યો ! ૬૮
: શાન્તસુધારસઃ ભાગ ૩]