________________
અબ્રાહમ લિંકનની કૃતજ્ઞતાઃ
કૃતજ્ઞતા” એક મહાન ગુણ છે. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનમાં આ વિશિષ્ટ ગુણ હતો. એક પ્રસંગ સંભળાવું છું.
લિંકન પોતાની ચૂંટણીના કાર્યમાં અતિવ્યસ્ત હતા. એક એક ક્ષણ એમને માટે મહત્ત્વપૂર્ણ હતી. એમને અમેરિકાના પ્રમુખ બનવાનું હતું. એક દિવસે તે એક મહત્ત્વપૂર્ણ ચૂંટણીસભામાં જઈ રહ્યા હતા. એ સમયે એક વૃદ્ધ મહિલાનો અરજન્ટ પત્ર મળ્યો. લિંકન અતિ ગરીબ હતા ત્યારે એ વૃદ્ધ મહિલાએ તેમને ઘરમાં આશ્રય આપ્યો હતો. જ્યારે તે સ્ત્રી જંગલમાં લાકડાં કાપવા જતી ત્યારે લિંકન એને સહાય કરતા હતા.
પાછળથી લિંકન વકીલ બન્યા હતા. પ્રસિદ્ધ વકીલ! એ વાત એ સ્ત્રી જાણતી હતી. એણે પત્રમાં લખ્યું હતું: “મારા પુત્ર ઉપર કોઈક શરાબીની હત્યા કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે એને બચાવવા માટે તમે તત્કાલ અહીં આવો.' - લિંકન પોતાની ચૂંટણી કામગીરીને ભગવાનને ભરોસે છોડી દઈને એ ઉપકારી સ્ત્રી પાસે પહોંચી ગયા અને એના પુત્રનો કેસ લડીને છોકરાને નિર્દોષ સાબિત કર્યો. લિંકનમાં કેટલો ઉત્તમ કૃતજ્ઞતાનો ગુણ હતો! એ વૃદ્ધાના ઉપકારને એ ભૂલ્યા ન હતા. અવસર આવતાં જ પોતાના સ્વાર્થપરક કાર્યને છોડીને ઉપકારનો બદલો વાળવા તે દોડી ગયા હતા. આવા ગુણોની અનુમોદના કરવાથી આપણામાં પણ એવા ગુણો પ્રકટ થાય છે.
હવે હું એક આશ્ચર્યજનક અને આનંદપ્રદ કિસ્સો સંભળાવું છું. પોતાના પ્રજાજનની પ્રશંસા સાંભળીને રાજા હર્ષિત થઈ જાય છે. હૃદય ગદ્ગદ્ થઈ જાય છે. મૈસુર-મહારાજા શ્રીકૃષ્ણરાય વાડિયારઃ
ભારત સ્વતંત્ર થયું તે પહેલાંની આ ઘટના છે. એ સમયે મૈસુર રાજ્યના મહારાજા શ્રીકૃષ્ણરાય વાડિયાર હતા. એ પોતાના અંગત કામ માટે જર્મની ગયા. હતા. તે પોતે અધ્યયનરચિવાળા હોવાથી તેમણે જર્મનીના કેટલાક પ્રસિદ્ધ અધ્યયન કેન્દ્રોમાં જઈને ત્યાંની પ્રવૃત્તિની જાણકારી મેળવી. જર્મનીમાં તો કેટલાંક વિશ્વવિદ્યાલયોમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું વિશિષ્ટ મહત્ત્વ છે.
એકવિદ્ધદુ પરિષદમાં મહારાજા એક પ્રસિદ્ધ વિદ્વાનને મળ્યા. કોઈ એક મિત્રએ વિદ્વાન સાથે મહારાજાનો પરિચય કરાવ્યો. એ વિદ્વાને કહ્યું: “ઓહ, આપ ડો. રામશાસ્ત્રીના મૈસુરથી પધાર્યા છો! બરાબર છે ને? રામશાસ્ત્રી કેવા વિદ્વાન છે? કૃપા કરીને એમને મારી શુભકામનાઓ પહોંચાડશો.' મહારાજાએ કહ્યું: “અવશ્ય, હું એમને વ્યક્તિગત રૂપે ઓળખું છું. તેમણે કૌટિલ્યના અર્થશાસ્ત્ર પર શોધપ્રબંધ
૧૮૧]
પ્રમોદ ભાવના
છે
કરી