________________
મા કહેતી “તું મૂર્ખતા ન કર. તું પાગલ તો નથી થઈ ગઈને, મારી દીકરી ? એ તો ખૂબ જ મોટા માણસ છે. તને ખબર છે? એ એક ગીત ગાવા માટે કેટલા રૂપિયા લે છે? અને એ તો અતિવ્યસ્ત રહે છે. છોકરીએ રડતાં રડતાં કહ્યું પરંતુ એ મારે માટે ગાય એવી ઈચ્છા રાખું છું. તે દિનપ્રતિદિન ગંભીર થતી ગઈ. તેનું સ્વાથ્ય અત્યંત બગડી ગયું. છોકરી સુંદર હતી. તેની બોલી મોહક હતી. તેની સારવાર કરનારા ડૉક્ટરના મનમાં કરુણા ઊભરાઈ આવી. ડૉક્ટરે મુકેશજીને ફોન કર્યો અને છોકરીની ઇચ્છા બતાવી. મુકેશજીએ કહ્યું: ‘મારું ગીત સાંભળવાથી ડૉક્ટર! એ શું સારી થઈ જશે?' ડૉક્ટરે કહ્યું હતું. સંભવ છે કે તે સાજી થઈ જાય.’
મુકેશજીએ કહ્યું “તો સારું. હું આજે જ આવું છું. થોડીક વાર થશે, મને સરનામું આપો.” ડૉક્ટરે સરનામું આપ્યું. મુકેશજીની કાર હૉસ્પિટલના દરવાજે આવીને ઊભી રહી. તેઓ એના ખંડમાં પહોંચ્યા, જ્યાં છોકરી પ્રેમપૂર્વક એમની રાહ જોઈ રહી હતી. મુકેશજીએ એના માથે હાથ ફેરવીને કહ્યુંઃ બેટી! હુંમુકેશ છું... તને એક સુંદર ગીત સંભળાવું છું. તેમણે ગાયું, છોકરી અતિ પ્રસન્ન થઈ ગઈ. બીજે દિવસે મુકેશજીએ પોતાના મિત્રને કહ્યું: “એ છોકરી કરતાં વધારે પ્રસન્નતા મને થઈ છે! કેટલી પ્યારી હતી એ બચ્ચી?” એક પાડાની ક્ષમા-સહનશીલતાઃ
આ એક જાતક કથા છે. ભગવાન બુદ્ધના પૂર્વજન્મોની આ કથા છે. એક જન્મમાં તેઓ પાડાના રૂપમાં જન્મ્યા હતા. એ અતિશય બળવાન હતો, પરંતુ સહનશીલતાની મૂર્તિ હતો.
એક ઉપદ્રવી વાંદરો પાડાને પરેશાન કરતો હતો. અનેક ઉપદ્રવ કરતો હતો. પરંતુ એ પાડો અને ક્ષમા કરી દેતો હતો. વાંદરો અનેક વાર પાડાની પીઠ ઉપર કૂદતો, નખો દ્વારા ચામડીમાં ઘા કરતો, છતાં પણ પાડો એ સહન કરતો હતો. એક યક્ષે પાડાને કહ્યું “આ ઉપદ્રવી વાંદરાને તું શિક્ષા શા માટે નથી કરતો? તારી શક્તિ અપાર છે. એક ક્ષણમાં તે ભોંયભેગો થઈ શકે છે.'
પાડાએ કહ્યું: ‘એ કારણે હું એને સહન કરું છું કે એ મને ક્ષમા અને અહિંસાની શિક્ષા આપે છે. એ દ્રષ્ટિએ એ મારો ગુરુ છે. યક્ષે કહ્યું પરંતુ જ્યારે બીજે પાડો અહીં આવશે ત્યારે આ વાનરને તે એક ક્ષણમાં પોતાના પગ નીચે કચડી નાખશે.”
ત્યારે એ વાનરો મારી સાથે કરેલા દુર્વ્યવહારનો પશ્ચાત્તાપ કરશે અને ક્ષમા તથા અહિંસાનું શિક્ષણ પામશે.” પાડાએ જવાબ આપ્યો.
આ જાતક કથા છે. પશુમાં પણ ક્ષમા. અહિંસા આદિના ગુણો હોય છે, તો એ ગુણોની પણ અનુમોદના કરવી જોઈએ. (૧૮૦ પછી "
| શાન્તસુધારસ ભાગ ૩ શાન્તસુધારસ : ભાગ ૩
૧૮૦