________________
જબૂદ્વીપનાં ક્ષેત્રો અને પ્રધાન પર્વતો :
જંબૂઢીપ સૌથી પ્રથમ અને બધા દ્વીપ-સમુદ્રોની મધ્યમાં છે એટલે કે તેનાથી કોઈ દ્વીપ યા સમુદ્ર વીંટળાયેલો નથી. જંબૂદ્વીપનો વિસ્તાર એક લાખ યોજન છે. તે કુંભારના ચાકડાની જેમ ગોળ છે. લવણસમુદ્રની જેમ તે વલયાકૃતિ - ગોળ નથી. તેની વચમાં મેરુપર્વત આવેલો છે.
સંક્ષેપમાં મેરુપર્વતનું વર્ણન એકાગ્રતાથી સાંભળો.
મેરુની ઊંચાઈ એક લાખ યોજન છે. જેમાં એક હજાર યોજનનો ભાગ ભૂમિની અંદર એટલે કે અદ્રુશ્ય છે. મેરુપર્વત અંગે બતાવતા પહેલાં યોજન'નું માપ સમજાવી દઉં, કારણ કે અહીં સર્વ વાતોમાં યોજનથી તમામ માપ બતાવવામાં આવ્યાં છે.
૬ આંગળ = પંગનો મધ્યભાગ ( ૨ મધ્યભાગ = ૧ વેંત
૨ વેંત ' = ૧ હાથ - ૪ હાથ = ૧ ધનુષ્ય
૨ હજાર ધનુષ્ય = ૧ ગાઉ ૪ ગાઉ = ૧ યોજન નવાણું હજાર યોજનનો ભાગ ભૂમિની ઉપર છે. જમીનની અંદરવાળા ભાગની લંબાઈ-પહોળાઈ બધી જગાએ દશ હજાર યોજન છે. બહારના ભાગનો ઉપરનો અંશ, જ્યાંથી ચૂલિકા નીકળે છે તે ૧-૧ હજાર યોજન લાંબો-પહોળો છે. મેરુના ત્રણ કાંડ છે. તે ત્રણે લોકમાં અવગાહિત થઈને સ્થિત છે. તે ચાર વનોથી ઘેરાયેલો છે. . પ્રથમ કાંડ એક હજાર યોજનનો છે. તે જમીનમાં છે. - બીજે કાંડ ત્રેસઠ હજાર યોજનાનો છે.
ત્રીજો કાંડ છત્રીસ હજાર યોજનનો છે પ્રથમ કાંડમાં શુદ્ધ પૃથ્વી તથા કાંકરા છે. બીજા કાંડમાં ચાંદી, સ્ફટિક આદિ છે અને ત્રીજા કાંડમાં સુવર્ણની પ્રચુરતા છે. ક્રમશઃ ચાર વનોનાં નામ (૧) ભદ્રશાલ (૨) નંદન (૩) સૌમનસ અને (૪) પાંડુક છે.
એક લાખ યોજનની ઊંચાઈ પછી સૌથી ઉપર એક ચૂલિકા ચોટી છે. તે ચાલીસ યોજન ઊંચી છે. મૂળમાં ૧ર યોજનવચમાં ૮યોજન અને ઉપર જયોજન લાંબી
પહોળી છે.
લોકસ્વરૂપ ભાવના
.
૧૭ ]