________________
કરુણા ભાવના - એક કાવ્ય
મામોહ પંજ૨ વિષે જગત-જીવ મુંઝાય, કર્મવશ તે બાપડા, આમતેમ અથડાય .'.૧ ક્રૂર ધર્મીનંદક સહુ, કરુણાપાત્ર ગણાય, સજ્જનને તે ઉપરે, ઘટે ન ક્રોધ કરાય...૨ કરુણા ભાવના ચિત્ત ધરો, ભવિક ! કરુણા મનોહાર રે, કર્મવશ પ્રાણિયા દુઃખ સહે, રડવડે ભીમ સંસાર રે...૧ કરુણા મોહની તીવ્ર મદિરાવશે, સત્વર થાય મતિહીન રે, સુગુરુ-ઉપદેશ નવ સાંભળે, વિષયવાસે બને દીન રે....૨ કરુણા કુમત-અજ્ઞાન ફંદે ફસ્યા, પ્રવચન પંથ ન સુહાય રે, પથ્ય અમૃતરસને ત્યજી, વિષય-વિષપાનને ચહાય ...૩ કરુણા ક્રોધ અનલે બને દગ્ધ તે, હૃદય મચ્છર વહે મૂઢ રે, નરક-તિર્યંચ દુઃખ પામતા, કિમ ધરે બોધિગુણ રે...૪ કરુણા સદ્ગુરુ દેવ સેવે નહીં, દેખી કરુણા ઉપદંત રે,
મંદ પ્રાણી સંસારમાં મમત ન લહે ભવ અંતરે...૫ કરુણા એમ કરુણા સદા માનીએ, ધારીએ ક્રોધ નવ લેશ રે, કુશલચંદ્રસૂરિની રહેમથી ‘દીપ'ને જ્ઞાન સુવિશેષ રે.... કરુણા કાવ્ય ગુજરાતી ભાષામાં જ છે. છતાંયે સંક્ષેપમાં અર્થ સમજાવું છું. કરુણા ભાવનાને હૃદયમાં ભાવતા રહો, આ ભાવના મનોહારી છે. કર્મવશ પ્રાણી દુઃખ સહન કરે છે. ભીષણ સંસારમાં ભટકાય છે. મોહરૂપ તીવ્ર શરાબ પીનારા તત્કાલ મતિહીન થઈ જાય છે. સદ્ગુરુનો ઉપદેશ સાંભળતો નથી, વિષયવાસનામાં પરવશ બને છે. મિથ્યામતનો ફંદો ગળામાં નાખે છે. શુદ્ધ મોક્ષમાર્ગ પસંદ નથી આવતો. સુખકારી અમૃતરસનો ત્યાગ કરીને વિષયરૂપ વિષપાન કરે છે. ક્રોધાગ્નિથી બળે છે, હૃદયમાં ઈર્ષ્યાભાવથી મૂઢ બને છે. નરક-તિર્યંચગતિનાં દુઃખ સહન કરે છે. એમાં બોધિગુણ કેવી રીતે થઈ શકે ? મંદમતિવાળો મનુષ્ય સંસારમાં ભટકતો રહે છે. એની મુક્તિ થતી નથી. સદ્ગુરુ અને સુદેવની સેવા નથી કરતો.
એવા જીવોને જોઈને હૃદયમાં કરુણા ભરાઈ જાય છે, એમના પ્રત્યે લેશ માત્ર પણ ક્રોધ નથી આવતો.
આજે બસ, આટલું જ.
૨૫૮
શાન્તસુધારસ : ભાગ ૩