________________
છો ?’
આ સાંભળીને ધર્મિચાર્યના આશ્ચર્ય અને પરેશાનીની સીમા ન રહી. એ વિચારવા લાગ્યા : ‘જીવનભર આડુંઅવળું કરીને, પ્રશંસા મેળવીને, અનુયાયીઓની સંખ્યા વધારવામાં જ મંડ્યો રહ્યો, પોતાની તુચ્છતાને જ પોતાની મહાનતા સમજતો રહ્યો. કદી દેવરાજ ઇન્દ્રના વિરાટ સ્વરૂપની કલ્પના ય ન કરી' આ ગભરાટમાં અને રઘવાટમાં એની નિદ્રા ઊડી ગઈ.
સદ્ગુરનું એકાદ વચન પણ સાંભળતા રહો :
સદ્ગુરુનું એકાદ વચન પણ શ્રદ્ધાથી સાંભળો તો આપણને જાગૃત કરનારું બને, આપણા અંતઃકરણને જગાડે છે. એ આપણા વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. કદાચ આપણે ક્યાંક ભટકાઈ પડ્યા હોઈએ તો એ ગુરુવચનથી ભટકી ગયાનો ખ્યાલ આવે છે. સદ્ગુરુના વચનથી કેટલાય લોકોના જીવનમાં અકલ્પનીય - સુંદર પરિવર્તનો આવ્યાં છે અને હજી પણ આવી રહ્યાં છે.
રિબળ માછીમાર - ભવને પેલે પાર ઃ
અતિ પ્રાચીન સમયની આ વાર્તા છે.
કંચનપુર નામનું નગર હતું. એ નગરમાં ‘હિરબળ' નામનો એક માછીમાર રહેતો હતો. શાંત અને સરળ પ્રકૃતિના હરિબળને પત્ની મળી હતી અવિવેકી, અવિચારી અને કર્કશા ! એનું નામ હતું સત્યા ! અસત્યનું આચરણ કરનારીનું નામ હતું સત્યા ! સંસારમાં આવાં ગુણ વિનાના માનવીઓનાં ગુણવાળાં નામો સાંભળવા મળે છે. હરિબળ પોતાની પત્નીથી હંમેશાં ડરતો હતો. સ્વપ્નમાં પણ એને પત્નીનું સુખ ન હતું.
એક મહર્ષિએ કહ્યુ છે ઃ અનાર્ય ગામમાં રહેવું, મૂર્ખ રાજાની સેવામાં રહેવું, કુપથ્ય-ભોજન કરવું, ક્રોધી પત્ની હોવી, ઘણી કન્યાઓ હોવી અને દરિદ્રતા હોવી, આ પૃથ્વી ઉપરની નરક છે !
હરિબળને મુનિસંપર્ક
:
હરિબળ સૌમ્ય મુખાકૃતિવાળો હતો. એનો માછીમારનો ધંધો વંશપરંપરાગત હતો. છતાં એ વિવેકી હતો, વિનયી હતો. એક દિવસ એ માછલાં પકડવા જાળ લઈને નદીના કિનારે ગયો. ત્યાં કિનારા પર ઊભેલા એક સાધુપુરુષને જોયા. હરિબળે વિનયથી બે હાથ જોડી નમસ્કાર કર્યા. મુનિરાજે હરિબળ સામે બે ક્ષણ જોયું અને પૂછ્યું ઃ
‘હે ભદ્રપુરુષ, તું કોઈ ધર્મ જાણે છે ?”
કરુણા ભાવના
૨૩૩