________________
ચાર વાતો પર ગંભીર ચિંતન કરો
:5
લાખો સાચા-ખોટા ઉપાય કરીને ધન-વૈભવ પ્રાપ્ત તો કરી લીધાં અને તેમના ઉપર આસક્તિ-મમત્વ પણ બાંધી લીધું; પરંતુ વિચાર્યું નહીં કે - અચાનક રોગોએ શરીર ઘેરી લીધું તો ?
કોઈ શત્રુએ તમારું ધન લૂંટી લેવા ઇરાદો કર્યો તો ? ધન-વૈભવ વધારતાં વધારતાં વૃદ્ધત્વ આવી ગયું તો ? અને અચાનક મોત આવી પહોંચ્યું તો ? આ ચાર વાતો ઉપર ગંભીરતાથી વિચાર કરવો પડશે.
રોગોનું આક્રમણ
અચાનક લકવો પડી ગયો તો ? અચાનક બ્રેઇન હેમરેજ થઈ ગયું તો ? એ રીતે કેન્સર, ટી.બી., એઇડ્ઝ - કોઈ પણ રોગ થઈ ગયો તો પાપ કરીને મેળવેલા કરોડો રૂપિયાનું શું થશે ? રોગગ્રસ્ત શરીરે સુખભોગ ભોગવી નથી શકાતાં અને વૈભવની સુરક્ષાની ચિંતા સતાવે છે.
શત્રુઓનો ભય ઃ
શ્રીમંતોનેશત્રુઓ વધારે હોય છે. સ્નેહી-સ્વજન પણ શત્રુ બની જાય છે. સરકારનો પણ ભય રહે છે. ચારે કોરથી ભય સતાવે છે. ભય એવું તત્ત્વ છે કે મનુષ્યને શાંતિથી જીવવા દેતું નથી. હૃદયરોગ પેદા કરે છે. સ્વભાવને પણ બગાડે છે.
વૃદ્ધત્વની પરવશતા ઃ
જો તમારું આયુષ્ય વધારે હોય ને તમે વૃદ્ધ બન્યા, શું કરશો કરોડો રૂપિયાને ? દાન આપશો ? ભોગવશો ? બીજી રીતે તે વૈભવ નષ્ટ થઈ જશે. કરોડો રૂપિયા હોવા છતાં વૃદ્ધત્વની પરવશતા તો સતાવતી જ રહેશે. પરિવારના લોકોને પ્રેમ આપ્યો હશે, એમની સાથે ઉદારતાર્થા વ્યવહાર કર્યો હશે, તો તે લોકો તમારી સેવા ક૨શે. નહીંતર વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે. મોત ગમે ત્યારે આવી શકે છે
જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. તમામ વસ્તુઓ ધન-દોલત, બંગલાપરિવાર અહીં જ પડ્યું રહેશે અને આત્મા પરલોકમાં પ્રયાણ કરી જશે. આ નિશ્ચિત છે. એટલા માટે ખોટા માર્ગોથી - પાપમાર્ગોથી ધન સંચય કરવાનો ઇરાદો પણ ન રાખો. પુણ્યકર્મના ઉદયથી, સાચા ઉપાયથી ધન મળી પણ જાય; તો દાનધર્મનું પાલન કરો, મમત્વ ન કરો.
આજે બસ, આટલું જ.
૨૧૨
શાન્તસુધારસ : ભાગ ૩