________________
શ્રુતજ્ઞાનથી આત્માને ભાવિત કરવાના લક્ષ્યવાળો હોવો જોઈએ. (૪) શીલ સદાચારના પાલનમાં સદા તત્પર હોવો જોઈએ અને (૫) ઈન્દ્રિયસંયમ અને મનોનિગ્રહ કરવામાં પ્રયત્નશીલ હોવો જોઈએ.
આ રીતે મૈત્રી વગેરે ચાર ભાવનાઓ ભાવનાર વ્યક્તિ કેવી હોવી જોઈએ, તેની કેવી યોગ્યતા હોવી જોઈએ, એ વાત યોગબિંદુ ગ્રંથમાં આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજી બતાવે છે ,
મરી-મો-થાઈ –માધ્યશ્ક-વિત્તનમ્ ! ' सत्त्वगुणाधिक-क्लिश्यमानाऽप्रज्ञाप्यगोचरम् ॥ ४०२ ॥ विवेको विशेषेण भवत्येतद्यथागमम् ।
तथा गंभीर चित्तस्य सम्यग् मार्गानुसारिणः ॥ ४०३ ॥ ચારે ભાવનાઓની પરિભાષાઃ '
આ ગ્રંથની પ્રસ્તાવનામાં અને યોગબિંદુ ગ્રંથમાં ચાર ભાવનાઓની જે પરિભાષા કહી છે તે પહેલાં સમજાવું.
ગ્રંથકારે કહ્યું છેઃ અન્યના હિતની ચિંતા એ મૈત્રી છે. ગુણો પ્રત્યે આદર - અહોભાવ એ પ્રમોદ છે. દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવાની ભાવના એ કરુણા છે. દુષ્ટ બુદ્ધિવાળા જીવો પ્રત્યે ઉદાસીન રહેવું એ ઉપેક્ષા છે. - યોગબિંદુ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે- સર્વ જીવો પ્રત્યે મૈત્રી જોઈએ. ગુણાધિક
જીવો પ્રત્યે પ્રમોદ જોઈએ. દુખી જીવો પ્રત્યે કરણા અને અપ્રજ્ઞાપ્ય-અવિનીત પ્રત્યે માધ્યચ્ય ભાવના જોઈએ. આજે તો મૈત્રી ભાવનાનું વિવેચન કરવું છે, પરંતુ આ ચાર ભાવનાઓ ભાવનારની યોગ્યતાના વિષયમાં પહેલાં કેટલુંક બતાવી દેવા ઈચ્છ
ચાર ભાવનાઓ કોણ ભાવી શકે છે?
મૈત્રાદિ ચાર ભાવનાઓને એ માણસ જ ભાવી શકે કે જે વિવેકી હોય. વિવેકીની પરિભાષા છપાઈવિમર્શ કરવામાં આવી છે. એટલે કે જે માણસે પરમાર્થનું ચિંતન કર્યું છે. પરમાર્થ એટલે આત્મા, પરમાર્થ એટલે મોક્ષ. આત્મવૃષ્ટિ અને મોક્ષદ્રષ્ટિ જેની ખૂલી ગઈ હોય છે. આ પારમાર્થિક ચિંતન પણ આગમાનુસારી હોય છે વિવેકી પુરુષનું. પ્રાયઃ વિવેકી પુરુષ મૈત્રાદિ ચાર માનસિક પરિણામો સિવાય બીજો કોઈ વિચાર જ નથી કરતો. એની ચિત્તવૃત્તિ બીજા વિચારોમાં જનથી જતી. કેટલી ગંભીર વાત કરી છે આચાર્યદવ હરિભદ્રસૂરિજીએ..
બીજી વાત એમણે એ કરી છે - મૈચાદિ ભાવનાઓને ભાવનાર વ્યક્તિ ગંભીર [ ૧૦૬
શાન્તસુધારસઃ ભાગ ૩|