________________
ચંપાએ જવાબ આપ્યો : ‘અત્યારે ગુજરાતના ગાન્ધારનગરમાં બિરાજે છે તે હીરવિજયસૂરિજી એમનું નામ છે. અકબર બાદશાહે પછી તો આચાર્યદેવને દિલ્હી પધારવા આમંત્રણ મોકલ્યું. આચાર્યદેવ પધાર્યા અને અકબરના જીવનમાં અહિંસાનાં બી વાવ્યાં ! ભારતમાં અહિંસા ધર્મનો પ્રચાર કરાવ્યો. જિનશાસનની અદ્ભુત પ્રભાવના થઈ.
સંભવ છે કે તપ કરનારા દાન ન આપતા હોય, દાન દેનારા તપ ન કરતા હોય, તપ કરનારાઓ, સંભવ છે કે ક્રોધી હોય, અભિમાની હોય, તો પણ તપની અનુમોદના જ કરવાની છે, દોષ જોવાના નથી, ગુણ જ જોવાના છે. એટલા માટે સૃષ્ટિ જ ગુણદૃષ્ટિ બની જવી જોઈએ. દોષોની ઉપેક્ષા કરો, ગુણોની પ્રશંસા કરો. ભાવધર્મની અનુમોદના કરોઃ
હવે આપણે ભાવધર્મના વિષયમાં વાત કરીશું. સૌથી પ્રથમ એક વાત સમજી લો કે ભાવધર્મનો સંબંધ જીવાત્માના હૃદય સાથે છે. ઐની શારીરિક, વાચિક ક્રિયાઓની સાથે નહીં. આ વિષયમાં શ્રી ઉદયરત્નજીની એક નાનકડી કાવ્યરચના છે; સાંભળો -
રે ભિવ ! ભાવ હ્રદય ધરો જે છે ધર્મનો ધોરી, એકલમલ્લ અખંડ જે, કાર્પે કર્મની દોરી... રે ભવિ ! દાન, શિયળ, તપ ત્રણ એ પાતક મલ ધોવે, ભાવ જો ચોથો વિ મલે, તો તે નિષ્ફળ હોવે... ૨ વેદ પુરાણ સિદ્ધાંતમાં, ષડ્દર્શન ભાખે, ભાવ વિના ભવસંતતિ, પડતા કુણ રાખે ?... ૩ તારક રૂપ એ વિશ્વમાં, જંપે શ્રી જિનભાણ, ભરતાદિક શુભ ભાવથી, પામ્યા પદ નિર્વાણ... ૪ ઔષધ અન્ય ઉપાય જે મંત્ર-યંત્રને મૂલ, ભાવે સિદ્ધિ હોવે સદા, ભાવ વિના સબ ધૂલ... ૫ ઉદયરત્ન કહે ભાવથી, કુણ કુણ નર તરિયા, શોધી લેજો સૂત્રમાં, સજ્જન ગુણ દરિયા... ૬
-
સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ છે ભાવધર્મ. ભાવધર્મને હૃદયમાં સ્થિર કરવાનો છે. એ એકલો અખંડ ધર્મ કર્મોનો નાશ કરવા સમર્થ છે. દાન, શીલ અને તપની સાથે ભાવધર્મ મળે છે ત્યારે પાપનાશ થાય છે. જો ભાવધર્મ સાથ ન આપે તો દાન-શીલતપ વ્યર્થ થાય છે. વેદોમાં, પુરાણોમાં તથા છ દર્શનોમાં આ જ ભાવધર્મની શ્રેષ્ઠતા બતાવી છે. ભાવ વગર ભવપરંપરા અટકી શકતી નથી. ભાવ વગર જીવનું
પ્રમોદ ભાવના
૧૭૩