________________
રાહુ
રાહુ બે પ્રકારના હોય છે - (૧) ધ્રુવ રાહુ અને (૨) પર્વરાહુ ધ્રુવ રાહુનું વિમાન અતિ શ્યામ છે. તે ચંદ્રના વિમાનની નીચે ચાર અંગુલ દૂર રહીને ચાલે છે. એનાથી ચંદ્રમાં વૃદ્ધિ-ક્ષય દેખાય છે. રાહુનું વિમાન એક યોજન લાંબું-પહોળું હોય છે અને ૩૨ ભાગ જેટલું મોટું છે. એનાથી તે ચંદ્રબિંબમાં ઢળી શકે છે. ગ્રહણઃ
પર્વ રાહુ સૂર્ય યા ચંદ્રની કાન્તિને આવૃત્ત કરતાં યથોક્ત સમય પર સૂર્ય યા ચંદ્રની નીચે જાય છે, ત્યારે સૂર્ય-ચંદ્રનું ગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ ઓછામાં ઓછું છ માસથી, વધારેમાં વધારે ૪૨ માસથી થાય છે. સૂર્યગ્રહણ ઓછામાં ઓછું ૬ માસથી અને વધારેમાં વધારે ૪૮ વર્ષોથી થાય છે. તારા વિમાનોનાં પરિભ્રમણ
જબૂદ્વીપમાં એક તારાથી બીજા તારાનું અંતર ૧૨,૨૪૨ યોજન છે. ૪૦૦ યોજન ઊંચા નિષધ અને નીલવંત પર્વતોની ઉપર પ00 યોજન ઊંચે ૯૯ ફૂટ છે. એ કૂટોનો વિસ્તાર મૂળમાં ૫૦૦ યોજન, મધ્યમાં ૩૭પ યોજન અને ઉપર ૨૫૦ યોજન છે. ઉપરના ભાગમાં બંને બાજુ ૮યોજન દૂર નક્ષત્રો અને તારાઓના વિમાન ચાલે છે. સ્થિર ચંદ્ર-સૂર્ય
અઢી દ્વીપની બહાર ચંદ્ર-સૂર્ય સ્થિર રહેલા છે. એમાં ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું અંતર ૫૦ હજાર યોજન છે. એક ચંદ્રથી બીજા ચંદ્રનું એક લાખ યોજન અને એક લાખ યોજનના ૬૧ ભાગમાંથી ૨૪ભાગ જેટલું અંતર છે. એ રીતે એક સૂર્યથી. બીજા સૂર્યનું એક લાખ યોજન અને ૨૮/૬૧ અંતર છે.
માનુષ્યોત્તર પર્વતની બહાર ચંદ્ર અતિ શીતળતા નથી કરતો અને સૂર્ય અતિ તાપ નથી કરતો. બંને માત્ર પ્રકાશ આપે છે. દ્વિીપ-સમુદ્રોમાં જ્યોતિષ વિમાનોની સંખ્યાઃ i જંબૂદ્વીપમાં બે ચંદ્ર, બે સૂર્ય, ૧૭ ગ્રહ, ૫૬નક્ષત્રો અને ૧,૩૩,૯૫૦ કોડાકોડી
તારાઓ છે. પણ લવણસમુદ્ર પર ચાર ચંદ્ર, ચાર સૂર્ય, ૩પર ગ્રહ, ૧૧૨ નક્ષત્રો અને ૨,૬૭,૯૦૦
કોડાકોડી તારાઓ હોય છે. in ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર, ૧૨ સૂર્ય૧૦પ૬ ગ્રહ, ૩૩૬ નક્ષત્ર અને ૮,૦૩,૭૦૦
[, લોકસ્વરૂપ ભાવના
| ૨૩]