________________
કોડાકોડી તારાઓ હોય છે. પ કાલોદધિની ઉપર ૪ર ચંદ્ર, ૪૨ સૂર્ય, ૩૬૯૬ ગ્રહ, ૧૧૭૬ નક્ષત્ર અને
૨૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાઓ હોય છે. . પુષ્કરવરમાં ૭૨ ચંદ્ર, ૭૨ સૂર્ય, ૩૩૬ ગ્રહ, ૨૦૧૬ નક્ષત્ર અને
૪૮,૨૨,૨૦૦ કોડાકોડી તારાઓ હોય છે. અઢી દ્વીપમાં ચંદ્રસૂર્યઃ 1 જંબૂદીપના મેરુપર્વતની પ્રદક્ષિણા કરતો એક ચંદ્ર લવણસમુદ્રના બે, ધાતકીખંડના ૬, કાલોદધિના ૨૧ અને પુષ્કરવરના ૩૬ ચંદ્ર = ૬૬ ચંદ્રોની એક પંક્તિ દક્ષિણ દિશાથી ચાલે છે. એ જ રીતે બીજી ૬૬ ચંદ્રોની પંક્તિ ઉત્તર દિશામાં ચાલે છે. એ બંને પંક્તિઓની વચમાં પૂર્વદિશામાં ૬૬ સૂર્યોની એક પંક્તિ ચાલે છે અને પશ્ચિમમાં ૬૬ સૂર્યોની એક પંક્તિ ચાલે છે. આ રીતે બધા
મળીને ૧૩ર ચંદ્રો અને ૧૩૨ સૂર્યો અઢી દ્વીપમાં હોય છે. કાળ (સમય) વિભાગઃ
મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, આદિ, અતીત, વર્તમાન ઈત્યાદિ અને સંખ્યયે - અસંખ્યય આદિના રૂપમાં અનેક પ્રકારનો કાળવ્યવહાર મનુષ્યલોકમાં હોય છે, એની બહાર નથી હોતો. મનુષ્યલોકની બહાર જો કોઈ કાળવ્યવહાર કરનાર હોય અને વ્યવહાર કરે તો તે મનુષ્યલોક પ્રસિદ્ધ વ્યવહાર અનુસાર જ હશે. કારણ કે વ્યાવહારિક કાળવિભાગનો મુખ્ય આધાર નિયત ક્રિયામાત્ર છે. એવી ક્રિયા સૂર્યચંદ્ર આદિ જ્યોતિષ્ઠોની ગતિ જ છે. આ ગતિ પણ જ્યોતિષ્ઠોની સર્વત્ર નથી, માત્ર મનુષ્યલોકમાં વર્તમાન જ્યોતિષ્ઠોમાં જ મળે છે. એટલા માટે માનવામાં આવ્યું છે કે કાળનો વિભાગ જ્યોતિષ્ઠોની વિશિષ્ટ ગતિ પર જ નિર્ભર છે.
દિન-રાત. પક્ષ આદિ ધૂળ કાળવિભાગ સૂયાદિ જ્યોતિષ્કોની નિયત ગતિ પર અવલંબિત હોવાને કારણે એને લીધે જાણી શકાય છે. સમય આવલિકા આદિ સૂક્ષ્મ કાળવિભાગ એનાથી જ્ઞાત થઈ શકતા નથી. સ્થાનવિશેષમાં સૂર્યના પ્રથમ દર્શનથી લઈને સ્થાનવિશેષમાં સૂર્યનું અદર્શન થાય છે, એ ઉદય અને અસ્તની વચ્ચે સૂર્યની ગતિક્રિયાથી જ દિનનો વ્યવહાર થાય છે. એ રીતે સૂર્યના અસ્તથી ઉદય સુધીની ગતિક્રિયાથી રાત્રિનો વ્યવહાર થાય છે.
દિવસ અને રાત્રિનો ત્રીસમો ભાગ મુહૂર્ત કહેવાય છે. પંદર દિન-રાતનું પક્ષ બને છે. બે પક્ષનો માસ, બે માસની ઋતુ, ત્રણ ઋતુનું અયન, બે અયનનું વર્ષ, પાંચ વર્ષનો યુગઈત્યાદિ અનેક પ્રકારના લૌકિક કાળવિભાગ સૂર્યની ગતિક્રિયાથી
૨૪
:
આ
શાન્ત સુધારસઃ ભાગ ૩|