________________
સર્વ જીવોનાં તમામ દુઃખો દૂર કરું. પરમ સુખ... પરમ શાન્તિ પ્રદાન કરું.’
આ ભાવના અને આ આરાધનાથી સુરશ્રેષ્ઠ મુનિરાજે તીર્થંકર નામકર્મ બાંધી લીધું. દીર્ઘકાળપર્યંત સંયમધર્મનું પાલન કરીને સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો. દશમા દેવલોકમાં ઉત્પન્ન થયા. અસંખ્ય વર્ષપર્યંત અનાસક્તભાવથી દેવલોકનાં સુખ ભોગવતા રહ્યા. આયુષ્ય પૂર્ણ થતાં તેમનો જન્મ ભરતક્ષેત્રની રાજગૃહી નગરીમાં રાજા સુમિત્રની રાણી પદ્માવતીની કુક્ષિએ પુત્રરૂપે થયો. એમનું નામ મુનિસુવ્રત રાખવામાં આવ્યું. ‘હે રાજન્ ! એ મુનિસુવ્રત હું છું.’
રાજા જિતશત્રુ આર્શ્વથી અને હર્ષાવેગથી ઊભો થઈ ગયો, ‘અહો પ્રભુ ! આપના પૂર્વજન્મના મિત્રનો ઉદ્ધાર કરવા, મિત્રધર્મનું પાલન કરવા આપ એક રાતમાં ૬૦ યોજન ચાલીને અહીં પધાર્યા ! મિત્રનો ઉદ્ધાર કર્યો... એને આઠમા દેવલોકમાં દેવ બનાવ્યો.....
હવે આ અદ્ભુત ઘટના પર વિચાર કરો. જિનધર્મ શ્રેષ્ઠીએ જો સાગરદત્તે જિનમંદિરમાં આવવાનું છોડી દીધું હતું ત્યારે તેનો તિરસ્કાર કરીને નિંદા કરી હોત તો અશ્વ-અવબોધની ઘટના બની શકી હોત ? વિચારજો, ગંભીરતાથી વિચારજો. માધ્યસ્થ્ય ભાવના કેટલી પ્રભાવશાળી છે તે સમજાશે.
लोकेलोकाः भिन्नभिन्नस्वरूपाः भिन्नैर्भिन्नैः कर्मभिर्मर्मभिद्भि । रम्यारम्यैश्चेष्टितैः कस्यकस्य, तदविद्वद्भिः तुष्यते रुष्यते वा ॥ २ ॥
આ જગતમાં લોકો ભાતભાતનાં કર્મોને કારણે વિવિધ પ્રકારની મનગમતી અને અણગમતી મર્મભેદી વાતો કરે છે. એમાં સમજદાર અને વિવેકી મનુષ્ય કોની પ્રશંસા કરે અને કોના પર રોષ કરે ? મધ્યસ્થતા - ન રાગ, ન દ્વેષ ઃ
ય
આ સંસારમાં જીવોની સર્વ ગતિવિધિઓ કર્મપ્રેરિત છે. સર્વે જીવો કર્મ બાંધે છે અને કર્મ ભોગવે છે. શા માટે કોઈની નિંદા કરવી ? શા માટે કોઈની ય પ્રશંસા કરવી ? મધ્યસ્થ પુરુષ વિવેકી હોય છે. એ નથી તો રાગ કરતો કે નથી દ્વેષ કરતો. ‘જ્ઞાનસાર’માં કહેવામાં આવ્યું છે -
स्वस्वकर्मकृतावेशाः स्वस्वकर्मभुजो नराः ।
ન વાળું નાપિ = તેવું, મધ્યસ્થસ્તેવુ પદ્ધતિ ॥ ૪ ॥ તાત્પર્ય એ છે કે જેમ જેમ વિશ્વના પદાર્થોનું યથાર્થ દર્શન થતું જશે એમ રાગદ્વેષ ક્ષીણ થતા જશે. વાસ્તવમાં રાગદ્વેષની ઉત્પત્તિ વિશ્વના અસ્પષ્ટ અને ઊંધા દર્શનથી થાય છે. અહીં સંસારી જીવો પ્રત્યે જોવાનો એક યથાર્થ દૃષ્ટિકોણ અપનાવવામાં
શાન્તસુધારસ : ભાગ ૩
૨૬૬