________________
अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीदं इति । हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वसिद्धयः ॥ ‘જ્યારે તીર્થંકર પ્રણિત આગમ હૃદયમાં હોય ત્યારે પરમાર્થથી તીર્થકર જ સ્વયં હૃદયમાં બિરાજમાન છે. કારણ કે તે જ આગમના પ્રણેતા છે. એ રીતે તીર્થંકર સાક્ષાત્ હૃદયમાં હોય ત્યારે સકલ અર્થની સિદ્ધિ થાય છે.' શાસ્ત્રોની ઉપેક્ષા - ઉસૂત્ર પ્રરૂપણાઃ
શાસ્ત્રોનું મહત્ત્વ જાણવા છતાં પણ કેટલાક મહત્ત્વાકાંક્ષી, બુદ્ધિશાળી અને અહંકારી લોકો શાસ્ત્રોની વાતોની ઉપેક્ષા કરીને એનાથી પોતાની વિપરીત માન્યતાને સિદ્ધ કરવામાં તત્પર હોય છે. એ સૂત્રથી વિપરીત ઉત્સવ-કથન કહે છે. જે વચનશક્તિ, વસ્તૃત્વશક્તિ, તર્કશક્તિ અને પુણ્યબળ હોય છે, તો શાસ્ત્રવિરુદ્ધ વાતોને સાંભળનારા, માનનારા લોકો મળી જાય છે. દૂધ છોડીને મૂત્ર પીનારા લોકો શું આપણે નથી જોયા?પીવા દો, આપણે શું કરીએ? જાણીજોઈને જે મૂત્ર પીએ છે, એમને રોકી નથી શકતા - એ રીતે શાસ્ત્રોને જાણતા હોવા છતાં પણ એમનાથી વિપરીત બોલનારાઓને આપણે શું કહીએ ? ભગવાન મહાવીર જેવા સર્વજ્ઞ વીતરાગ પણ જમાલિને સમજાવી શક્યા ન હતા ને?
આવી જ એક ઐતિહાસિક વાત, જિનશાસનની પરંપરામાં બનેલી દુર્ઘટનાની એક વાત સંભળાવું. રોહગુપ્ત વૈરાશિક મતઃ
શ્રમણ ભગવાન મહાવીરનાં નિવણિને પ૪ વર્ષ વીતી ગયાં હતાં. અન્તરંજિકા નગરીમાં ‘ભૂતગૃહ ચૈત્યમાં શ્રીગુપ્ત આચાર્ય પધાર્યા હતા. એ નગરીનો રાજવી હતો - બલશ્રી. બલશ્રીની રાજસભામાં પોટ્ટશાલ' એક મહાઅભિમાની તાપસ આવ્યો. તેણે રાજાને કહ્યું: “રાજનું! જો તારી રાજસભામાં કોઈ વાદી હોય તો મારી સામે વાદ કરે. રાજનું! નગરમાં ઘોષણા કરાવી દે!' નગરમાં ઘોષણા થવા લાગી.
આ બાજુ આચાર્ય શ્રીગુપ્તને વંદન કરવા આર્યમહાગિરિનો શિષ્ય રોહગુપ્ત નગરમાં આવ્યો હતો. તેણે રાજાની ઘોષણાનો સ્વીકાર કરી લીધો અને શ્રીગુપ્તાચાર્ય પાસે ગયો. આચાદિકે કહ્યુંઃ મહાનુભાવ! એ તાપસની પાસે અનેક વિદ્યાઓ છે. એમાં વૃશ્ચિક, સર્પમૂષક, મૃગી, વારાહી, કાકી, શકુનિકા આદિ મુખ્ય વિદ્યાઓ છે, એટલા માટે તારી પાસે પ્રતિવિઘાઓ હોવી જોઈએ. હુતને આપું છું.' આચાયૅરોહગુપ્તને મયૂરી, બિલાડી, નકુલી, વ્યાઘી, સિંધી, ઉલૂકી અને શ્યની - આ સાત વિદ્યાઓ આપી. તદુપરાંત શેષ ઉપદ્રવ્યોનું નિવારણ કરનાર અભિમંત્રિત રજોહરણ આપ્યું. ગુરુદેવને વંદન કરીને તે રાજસભામાં ગયો. [૨૯૬ છે કે એક શાન્તસુધારસઃ ભાગ ૩]