________________
હે ભગવંત! આપે જે ધર્મ બતાવ્યો એ જ મોક્ષસુખ આપવામાં સમર્થ છે. એવો ધર્મ બીજા કોઈ નિપુણ બુદ્ધિવાળાએ બતાવ્યો નથી. હું તો માનું જ છું કે પૂર્વજન્મમાં મેં ખૂબ પુણ્ય ઉપાર્જિત કર્યું હશે, તેથી તો નાથ! આપનાં મને દર્શન થયાં!”
“હે ભગવંત! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા રાખું છું. મને એની ઉપર વિશ્વાસ છે. હું એ રીતે આચરણ કરવા તૈયાર છું. મારાં માતાપિતાની અનુમતિ લઈને હું સાધુવ્રત લેવા તૈયાર છું.’ આમ કહીને પુનઃ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદના કરી. ત્યાંથી પાછો ફરીને તે પોતાને ઘેર ક્ષત્રિયકુંડમાં આવ્યો અને પોતાનાં માતાપિતાની પાસે જઈને તેણે દીક્ષા લેવાની અનુમતિ યાચી. માતાપિતાએ જમાલિને દીક્ષા ન લેવા ખૂબ સમજાવ્યો, પરંતુ તે પોતાના વિચારમાં વૃઢ રહ્યો અને ભગવાન પાસે જઈને પ00 વ્યક્તિઓની સાથે તેણે દીક્ષા લીધી. જમાલિ મુનિની સાથે એની પત્ની - ભગવાનની પુત્રી પ્રિયદર્શનાએ પણ ૧૦૦૦ સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી. જમાલિની તપશ્ચય અને બીમારીઃ
જમાલિ મુનિએ અગિયાર આગમોનો અભ્યાસ કર્યો અને ઉપવાસ છઠ્ઠ, અઠ્ઠમ પંદર ઉપવાસ, માસખમણ આદિ વિવિધ તપ કરવા લાગ્યા.
વર્ષાકાળ સમાપ્ત થયા પછી ભગવાને વિહાર કર્યો અને બ્રાહ્મણકુંડના બહુશાલ ચૈત્યમાં પધાર્યા. ભગવાનને કેવળજ્ઞાન થયે ૧૪ વર્ષ વ્યતીત થઈ ગયાં હતાં. જમાલિએ ભગવાનની પાસે જઈને કહ્યું: 'ભગવન્! આપની આજ્ઞાથી હું મારા પરિવારની સાથે પૃથક વિહાર કરવા ઇચ્છું છું.'
ભગવાને કશો જવાબ ન આપ્યો. જમાલિએ બીજી, ત્રીજી વાર પૂછ્યું, અનુમતિ માગી. પરંતુ ભગવાન મૌન રહ્યા. પણ જમાલિએ ભગવાનને નમન કરીને, વંદના કરીને પોતાના પરિવારની સાથે સ્વતંત્ર વિહાર કરી દીધો. એ ભગવાનથી જુદા થઈ ગયા. બીમારીમાં ઉત્સુત્ર ભાષણ - પ્રથમ નિકૂવઃ
એક વાર જમાલિ મુનિ વિહાર કરતા શ્રાવસ્તી પહોંચ્યા અને ત્યાંના કોષ્ઠક ચૈત્યમાં સ્થિર થયા. લૂખો-સૂકો આહાર ખાવાના કારણે જમાલિને પિત્તજ્વર થયો અને તેઓ બીમાર પડ્યા, એમને ભયંકર વેદના થતી હતી. પોતાના શ્રમણોને બોલાવીને એમણે કહ્યું: “મારા માટે સંથારો (પથારી) પાથરો. શ્રમણો સંથારો પાથરવા લાગ્યા. વેદનાથી પીડિત જમાલિએ ફરીથી પૂછ્યું: “મારા માટે પથારીસંસ્તારક કરી ચૂક્યા છો કે કરી રહ્યા છો?' શિષ્ય કહ્યું: “સંસ્તારક થઈ ગયો છે.” જમાલિએ જોયું તો મુનિઓ હજુ સંથારો પાથરી રહ્યા હતા. સંથારો પૂરો પથરાયો | માધ્યસ્થ ભાવના દ
૨૬૯ |