________________
नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ॥ १२८ ॥ લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત આરાધકને જે સુખ આ જન્મમાં મળે છે, એ સુખ ન તો ચક્રવર્તીને મળે છે કે ન તો દેવેન્દ્રને ઉપલબ્ધ થાય છે.
ભાવનાભાવિત સાધુપુરુષ કદીય મનનાં દુઃખોથી તડપતો નથી. વિકલ્પોની જાળમાં એ કદીય ફસાતો નથી. રાગદ્વેષની ભયાનક આગમાં એ કદી બળતો નથી. એનું આત્મજ્ઞાન અને સાંસારિક પ્રવૃત્તિઓથી મુક્ત કરાવીને નિવૃત્તિ તરફ લઈ જાય છે. નિવૃત્તિની ગુફામાં એને અનુપમ આત્મસુખની પ્રાપ્તિ થાય છે.
એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે : “આત્મજ્ઞાનને સહારે નિવૃત્તિની ગુફામાં પહોંચી જાઓ.’ જવું છે ખરું? પ્રવૃત્તિઓમાં જ રહેશો તો મોહવિજય પામી શકશો નહીં. રાગદ્વેષમાં જ ગૂંચવાયા કરશો. મોક્ષથી દૂર જતા જશો. સંસારની ચાર ગતિઓમાં જન્મમરણ પામ્યા કરશો. આ મનુષ્યભવમાં આવી ભૂલ કરવાની નથી. આ જીવનમાં તો મોક્ષના પથ ઉપર પ્રયાણ શરૂ કરી દેવાનું છે. ભાવનાઓથી હૃદયને સુવાસિત બનાવીને, સત્ત્વશીલ બનાવીને, આત્મજ્ઞાની બનીને મોહજિત બનવાનું છે. નિર્મમત્વભાવને વૃઢ બનાવવાનો છે. સુખ અને યશનો પ્રસાર:
ગ્રંથકારે ઉપસંહારના પ્રથમ શ્લોકમાં કહ્યું છે કે આ ભાવનાઓથી ભાવિત મહાત્માઓનો યશ સર્વત્ર અને સર્વકાળમાં ફેલાય છે. સાંભળો, એક એક ભાવના લઈને કયા કયા મહાપુરુષોનો યશ ફેલાતો રહે છે.
અનિત્ય ભાવનાના વિષયમાં શ્રીરામના પુત્ર લવ-કુશને યાદ કરો. શ્રી લક્ષ્મણજીનું મૃત્યુ - આયુષ્યની અનિત્યતા જાણીને બંને ભાઈઓ સંસારનો ત્યાગ કરીને શ્રમણ-સાધુ બની ગયા હતા.
અશરણ ભાવનાના વિષયમાં અનાથી મુનિની વાત ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં વાંચવા મળે છે. ૨૫૦૦ વર્ષો પછી પણ આપણે એમનું યશસ્વી નામસ્મરણ કરીએ છીએ. '
સંસાર ભાવના - આ ભાવનાથી રાજા પ્રદેશની કીતિ ફેલાઈ હતી. પત્ની સૂર્યકાન્તાએ ગળું દબાવીને માર્યા છતાં એ સમાધિમૃત્યુ પામ્યા હતા. વિશેષ રૂપમાં તો રાજા સમરાદિત્યની મહાકથા સંસાર ભાવનાને પરિપુષ્ટ કરે છે. સમરાદિત્ય ચરિત્ર આજે પણ વિશ્વસાહિત્યમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
એકત્વ ભાવનાના વિષયમાં નમિ રાજર્ષિ, ભરત ચક્રવર્તી અને મહારાજા જનકનાં નામ આજે પણ યશસ્વી છે. એમનાં નામ લેવાથી પાપ નષ્ટ થઈ જાય છે. ઉપસંહાર
૩૨૩