________________
. કોક વાર જિનાજ્ઞા વિરુદ્ધ બોલાઈ જાય છે. | આપણું આત્મનિરીક્ષણ નથી થતું. | સત્સંગ થતો નથી. - ધર્મક્રિયાઓ નથી થતી.
આ તમામ નિરર્થક ગપસપ અને પારકી પંચાયત પ્રમોદ ભાવનામાં અવરોધરૂ૫ છે. દોષગાન કરનારા હોય છે. જેમ કે . તમે કહેશો પેલો ભાઈ સારું દાન આપે છે, તો પંચાયત કરનારો કહેશે - ઠીક છે,
પરંતુ એની દ્રષ્ટિ બરાબર નથી. | તમે કહેશો પેલો ભાઈ પરોપકારી છે, પંચાયતિયો કહેશે તે અભિમાની છે.
તમે કહેશો એ ભાઈ સદાચારી છે, તો પંચાયતિયો કહેશે તે મોટો લોભી છે. ' - તમે કહેશો એ જ્ઞાની છે, તો પંચાયતિયો કહેશે એ તો પોથી-પંડિત છે. | તમે કહેશો એ ભાઈ દયાળુ છે, તો એ કહેશે ધંધામાં તો તે કસાઈ છે.
પંચાયત કરનારા, ફાલતું ગપસપ કરનારા, પ્રમોદ ભાવના’ નામની વાત જ જાણતા નથી. એમને મૈત્રી આદિ ભાવનાઓ સાથે કોઈ લેવાદેવા નથી. એટલા માટે એવા લોકોથી બચીને રહો. નહીંતર તમે પણ પ્રમોદ ભાવના ભાવી શકશો નહીં
હવે ગ્રંથકાર મુનિજનોના ગુણોની, ઉપકારોની અને સાધનાની અનુમોદના કરતાં કહે છે -
निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहागह्वरान्तर्निविष्टाः, धर्मध्यानावधानाः समरससुहिताः पक्षमासोपवासाः । येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः, शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं भासयन्ति ॥३॥ આશરે બે હજાર વર્ષો પૂર્વે શ્રમણ સમુદાયમાં એવી સાધના-આરાધના હતી કે સુયોગ્ય મુનિ જો કે જે ઈન્દ્રિયવિજેતા હોય, શાન્ત હોય, જ્ઞાની હોય, પરીષહ સહન કરવામાં સમર્થ હોય એ ગુરુદેવની આજ્ઞા પામીને એકલા જ પર્વતોની ગુફામાં જઈને, સ્મશાનમાં, શૂન્ય ઘરમાં, વનપ્રદેશમાં, નદીના કિનારે, કૂવાના કિનારે જઈને ધર્મધ્યાનમાં નિમગ્ન બની જતા હતા.
પક્ષના, મહિનાના, ચાર-છ માસના ઉપવાસ કરતા હતા, સમરસમાં લીન રહેતા હતા. એવા વિશિષ્ટ સાધક મુનિઓ પ્રત્યે પ્રમોદભાવના ભાવવાની છે. એવા શ્રેષ્ઠ મુનિઓના કેટલાંક દ્રષ્ટાંતો સંક્ષેપમાં બતાવું છું.
૧૫૬
શાન્ત સુધારસ : ભાગ ૩