________________
વાતવાતમાં કોઈની સાથે ખોટું નહીં લગાડું. મારી મિત્રતાને અખંડ રાખીશ.
જગતના જીવોને કવિ કહે છે - ઓ પંખીઓ! તમે સૌ સાથે મળી પ્રેમથી રહેજો. વટવૃક્ષની ડાળીઓ પર વિશ્રામ લેજો. મારાથી તમે ડરશો નહીં. હું તમને ઉડાડીશ. નહીં. આમ તો આપણા સંબંધો પણ સંધ્યાના રંગ જેવા ક્ષણિક છે. જેમ જિંદગી નાની-ટૂંકી તેમ સંબંધો પણ અલ્પકાલીન જ હોય છે. જ્યાં સુધી ત્રણાનુબંધ હોય છે ત્યાં સુધી સંબંધ રહે છે. હું તમારી ઉપર શબ્દોનાં તીર નહીં મારે. છેવટે તો આપણે મનુષ્ય છીએ ને? ભૂલોથી ભરેલા! કોઈક વાર ઉજળા તો કોઈ વાર કાળા ! ક્યારેક કંઈ આડુંઅવળું થઈ પણ જાય. એટલા માટે પ્રેમથી જીવતરનું ગાડું ચલાવવાનું છે ! સર્વ જીવાત્માઓ બંધુ છેઃ
सर्वेऽप्यमी बन्धुतयानुभूताः सहस्रशोऽस्मिन् भवताभवाब्दी। जीवास्ततो बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि ॥२॥
“સંસારસાગરના સફરમાં સર્વ પ્રાણીઓની સાથે હજારો વાર બંધુતાના સંબંધો બાંધ્યા છે. એટલા માટે સર્વે જીવો તારા બંધુઓ છે. કોઈ પણ શત્ર નથી. એટલા માટે તું વિચાર કર, આ પ્રમાણે ચિંતન કર.”
ગ્રંથકાર ઉપાધ્યાયજીએ કેટલી સરસ વાત કરી છે? તાત્ત્વિક વાત કરી છે ! અનાદિ - અનંતકાળના સંસાર-પરિભ્રમણના ચકકરમાં સૃષ્ટિના એક-એક જીવ સાથે આપણા જીવે હજારો વાર ભાઈ-ભાઈના સંબંધ બાંધ્યા છે, એટલા માટે સર્વ જીવ આપણા ભાઈઓ જ છે. એક પણ જીવ શત્રુ નથી. દરેક જીવમાં બંધુત્વની ભાવના આરોપિત કરીને એને મિત્ર માનો, શત્રુ નહીં. શત્રુતાપૂર્ણ વ્યવહાર રાખનાર પ્રત્યે પણ બંધુત્વની ભાવનાને અખંડ રાખો. ખંડિત ન થવા દેશો.
એટલા માટે જ્યારે પણ તમે કોઈની સાથે મૈત્રી કરો, પ્રેમ કરો તો તમે સંપૂર્ણ હૃદયથી કરો અને તમારો પ્રેમ પ્રદર્શિત કરતાં ડરો નહીં. તમારો પ્રેમ Open Bookખુલ્લી કિતાબ જેવો બનવા છે, જેથી બધા લોકો વાંચી શકે. પ્રેમ, મૈત્રી દુનિયાની સૌથી શ્રેષ્ઠ - અભુત વસ્તુ છે. એટલા માટે તમારી અંદર રહેલા એ દિવ્ય પ્રેમને સૃષ્ટિમાં વહેવા દો. કોની સાથે પ્રેમ કરવો અને કોની સાથે ન કરવો, એવી ગુંચવણમાં ન પડો. તમે તમારા હૃદયને Open - ખુલ્લું રાખો અને સર્વ જીવો પ્રત્યે સમાનરૂપથી પ્રેમને, મૈત્રીને વહેવા દો.
આ પ્રેમ સૂર્ય જેવો છે. સર્વની ઉપર સમાન રૂપે પ્રકાશિત થાય છે. નળની જેમ મૈત્રીને ચાલુ બંધ ન કરવી જોઈએ.
મૈત્રી કોઈને બાદ કરતી નથી, કોઈની ઉપર પોતાનો હકક નથી જમાવતી. જે હકક કરવા જશો તો પ્રેમ ગુમાવી દેશો. એને તો વહેવા દો. એ પ્રેમ વધતો જશે અને ૧૧૦
શાન્તસુધારસઃ ભાગ ૩