________________
સૌને માટે આનંદરૂપ અને આશીર્વાદરૂપ બનશે. તમે તમારા હૃદયને ઉત્સાહથી ભરી લો. ગ્રંથકારની આ વાત કૃતજ્ઞતાસભર હૃદયથી સ્વીકારો. આ અદ્ભુત વચનોને આત્મસાત્ કરવાં પડશે. . सर्वे पितृभ्रातृपितृव्यमातृ-पुत्राङ्गजा-स्त्री-भगिनी स्नुषात्वम् ।
जीवाः प्रपन्ना बहुशस्तदेतत्कुटुम्बमेवेति परो न कश्चित् ॥ ३ ॥
સર્વ જીવો સાથે તારો અનેક વારનો સંબંધ પિતા, ભાઈ, કાકા, માતા, પુત્ર, પુત્રી, પત્ની, બહેન, પુત્રવધૂ વગેરે રૂપમાં થયો છે. આ તમામ જીવોનું જગતુ તારો એક પરિવાર જ છે, પછી તારો શત્રુ કોણ હશે? કોઈ પણ નહીં આવી પ્રતીતિ રાખ. જગત - એક પરિવારઃ
ગ્રંથકાર ઉપાધ્યાયજી કહે છે કે આપણા પરિવારજનોની સાથે શત્રુતા ન રાખવી જોઈએ અને એ અભિપ્રાયથી એ કહે છેઃ આખું વિશ્વ તારો પરિવાર છે. અનાદિ સંસારમાં સૌ જીવો સાથે તેં સર્વ પ્રકારના સંબંધો બાંધ્યા છે. એક વાર નહીં. અનેક વાર! કોઈક ભવમાં તું કોઈનો પિતા બન્યો છે તો વળી માતા, ભાઈ બન્યો છે, બહેન બન્યો છે. પુત્ર-પુત્રી...પત્ની... પુત્રવધૂ બન્યો છે. સંસારમાં જેટલા સંબંધો છે, એ તમામ સંબંધો તેં બાંધ્યા છે. તો પછી સમગ્ર સંસાર તારો બન્યો કે નહીં? અને પરિવાર સાથે તો શત્રતા ન રાખવી જોઈએ ! આપણા સ્વાર્થ ખાતર પરિવારના માણસોને કષ્ટ ન આપવું જોઈએ!
કોઈને કોઈ રૂપમાં પ્રત્યેક જીવે તારી ઉપર નાનો મોટો ઉપકાર પણ કર્યો હશે. આ અનાદિ સંસારમાં. આમ તો આખા જગતના જીવોને આપણા ઉપકારીના રૂપમાં જોવા જોઈએ. ઉપકારી પ્રત્યે દ્વેષ કરવામાં આવતો નથી.
પ્રશ્ન વર્તમાનમાં તો પરિવારના લોકો પરસ્પર લડતા-ઝઘડતા હોય છે, કોઈક વાર હિંસા પણ કરી બેસે છે.
ઉત્તરઃ આવા લોકો આ મૈત્રી વગેરે ભાવનાઓ માટે યોગ્ય જ હોતા નથી. એટલા માટે તો આજે જ મેં આ ભાવનાઓ કોણ ભાવી શકે એ અંગેની યોગ્યતાનાં લક્ષણો બતાવ્યાં. જે વ્યક્તિ યોગ્યતા સંપન નથી, તે આ ભાવનાઓનું મહત્ત્વ નહીં સમજી શકે. *
હું તો તમને લોકોને કહું છું કે બીજાંને જોયા વિના તમે જાતે જ સારામાં સારું શું કરી શકો તેમ છો એ શોધી કાઢીને એ કરવા લાગો. તમને આનંદ મળશે, સંતોષ મળશે. બીજું કંઈક કરવાની ઇચ્છામાં અથવા તો બીજી જગાએ બીજા અવસરોચાન્સ' પ્રાપ્ત કરવાની ઇચ્છામાં સમય અને શક્તિનો દુર્વ્યય ન કરો. તમે મનમાં
| મૈત્રી ભાવના
:
૧૧૧]