________________
કર્મકાજળથી લિપ્ત થતો આવ્યો છે. રાગદ્વેષ અને મોહમાં જકડાયેલો છે. તે માધ્યસ્થ્યભાવથી ભાવિત થતો નથી.
બીજી વાસના છે પુદ્ગલભાવોના પ્રેરકત્વની. મેં દાન અપાવ્યું, મેં ઘર અપાવ્યું, મેં દુકાન કરાવી....’ આ પ્રકારની ભાવનાથી જીવ સ્વયંને પુદ્ગલભાવનો પ્રેરક માનીને મિથ્યાભિમાની બને છે. ફળસ્વરૂપ એ કર્મ-કાદવમાં ફસાતો જાય છે. એટલા માટે “પુદ્ગલભાવનો હું પ્રેરક નથી.’ એ ભાવનાને દૃઢ બનાવવી જોઈએ.
આ રીતે ત્રીજી ભાવના છે – પુદ્ગલભાવોની અનુમોદના એટલે કે આંતરિક અને વાચિકરૂપથી એની પ્રશંસા કરવી. ‘આ શબ્દ મધુર છે, મંજુલ છે. આ રસ મીઠો છે, આ સ્પર્શ સુખદ છે...’ ઇત્યાદિ ચિંતનથી અને પ્રશંસાથી આત્મા પુદ્ગલભાવનો અનુમોદક બને છે - કર્મલેપથી લેપાઈ જાય છે. એટલા માટે ‘હું પુદ્ગલભાવોનો અનુમોદક નથી,’ એ ભાવનાને દૃઢ કરવી રહી. પુદ્ગલોથી હું લિપ્ત નથી થતો
નિર્લિપ્તતા ટકાવી રાખવા માટે બીજું ચિંતન ‘જ્ઞાનસાર’માં આ રીતે બતાવ્યું
लिप्यते पुद्गलस्कंधो, न लिप्ये पुद्गलैरहम् । चित्रव्योमांजनेनेव ध्यायन्निति न लिप्यते ॥ ८३ ॥
લિપ્ત થાય પુદ્ગલ બધાં, પુદ્ગલોથી હું નહીં. અંજન સ્પર્શે ન આકાશને, છે શાશ્વત સત્ય આ.
આત્માની નિર્લિપ્ત અવસ્થાનું ધ્યાન ધરવાનું છે. જ્યાં સુધી ધ્યાનની ધારા અવિરત પ્રવાહિત રહેશે, ત્યાં સુધી આત્મા કર્મોથી લિપ્ત નહીં થાય. જે રીતે અંજનથી આકાશ લિપ્ત થતું નથી, બરાબર આ જ રીતે પુદ્ગલોથી ચૈતન્ય લિપ્ત નથી થતું. આ ચિંતનથી, આ ધ્યાનથી, પુદ્ગલોથી મને લાભ થાય છે, પુદ્દગલોથી તૃપ્તિ મળે છે.’ એવી માન્યતા સર્વથા નષ્ટ થઈ જાય છે. પુદ્ગલ પ્રત્યે રહેલ આકર્ષણ તથા પરિભોગવૃત્તિ ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે.
એક પુદ્ગલ બીજા પુદ્ગલ સાથે કેવી રીતે જોડાય છે એનું વર્ણન શ્રી જિનાગમોમાં સૂક્ષ્મતાપૂર્વક કરવામાં આવ્યું છે. પુદ્ગલમાં સ્નિગ્ધતા અને રુક્ષતા - બંને ગુણોનો સમાવેશ છે. સ્નિગ્ધ પરિણામવાળાં અને રુક્ષ પરિણામવાળાં પુદ્ગલોનો પરસ્પર બંધ થાય છે. તેઓ પરસ્પર જોડાય છે.
પરંતુ આમાં પણ અપર્વાદ છે. જઘન્ય ગુણવાળાં સ્નિગ્ધ પુદ્ગલો અને જઘન્ય ગુણવાળાં રુક્ષ પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. જ્યારે ગુણોની વિષમતા હોય છે
માધ્યસ્થ ભાવના
૨૭૫