________________
મનોવિકારોથી બચોઃ
મનોવિકારોના બે સ્તર છેઃ એક એ, જેમને નૈતિક ક્ષેત્ર સંબંધિત કહેવામાં આવે છે. છલ, પ્રપંચ, દ્વેષ, અપહરણ જેવા કુટિલ ચિંતનથી જ વ્યભિચાર, અનાચાર, ચોરી, ઠગાઈ, આક્રમણ, આઘાત આદિ અપરાધોના રૂપમાં પ્રકટ થાય છે. બીજો સ્તર છે - આચરણના આવેશનો, ચિંતા, ભય, આશંકા, અવિશ્વાસ, ઉદ્વેગ, કામુક દ્રષ્ટિ,વિક્ષોભ,નિરાશા, ચીડ જેવી અનેક કુકલ્પનાઓ છે, જેમને કોઈને કોઈ બહાને ઊપજાવીને, વધારીને અને છાતીએ લગાડીને જીવે છે. વાસ્તવિક કારણ તો અલ્પ જ હોય છે, પરંતુ વર્તનને-આચરણને સ્થાયી બનાવીને એની પર એવો રંગ લપડે છે કે એમને સ્વયં વસ્તુસ્થિતિ જેવું પ્રતીત થાય છે. ભલેને તે નિરર્થક અને ઉપહાસાસ્પદ લાગતી હોય - આવા મનોવિકારોમાં એક છે ઉદાસીનતા.
પોતાને એકાકી અનુભવનારા, બીજા પ્રત્યે ઉદાસી-ઉપેક્ષાથી વર્તનારા અને સાથે સાથે રાઈનો પહાડ બનાવીને રજમાત્ર કઠણાઈઓને ભારે સંકટ સમજે છે અને તનાવગ્રસ્ત રહે છે.
આ દિવસોમાં બંને પ્રકારના મનોરોગીઓની ભરમાર છે. જાણીજોઈને યા તો અજાણતાં લોકો આના સકંજામાં ફસાય છે. તનાવગ્રસ્ત લોકોમાં વધારે પ્રમાણમાં માણસોને દરરોજ ચિત્ર-વિચિત્ર રોગ થતા રહે છે. નિરાશા, આશંકા, ચિંતાની પરિસ્થિતિ સકારણ હોય યા અકારણ હોય, એનો પ્રભાવ માનસિક તનાવના રૂપમાં નિશ્ચિત સ્વરૂપે હોય છે. આ બધાના લીધે જ અનિદ્રા, સ્વલ્પ નિદ્રા જેવી અનેક વ્યથાઓ ઊભી થાય છે. એટલું જ નહીં અપચો પણ રહેવા માંડે છે. રક્તસંચાર અને શ્વાસ-ઉચ્છવાસમાં શિથિલતા આવી જાય છે. એને કારણે બીજા છૂટાછવાયા. રોગો ઉત્પન્ન થાય છે. એટલા માટે મનને સ્વસ્થ અને પરિક્ત રાખો.
સ્વસ્થ અને પરિષ્કૃત મન મૈત્રી ભાવનાથી બને છે. સર્વ જીવો મારા પ્રિય બંધુઓ છે, કોઈ પણ જીવ મારો શત્રુ નથી, આ વાત અંતઃકરણમાં સ્થિર કરવાની છે. વેરભાવથી મનને મુક્ત રાખવાનું છે. આધ્યાત્મિક પ્રગતિમાં પરિષ્કૃત-નિર્વિકાર મનનું પ્રભાવક યોગદાન છે, એટલા માટે મનને પરિષ્કૃત, પરિમાર્જિત અને જાગૃત રાખો. ગુસ્સાની ગુલામી ન કરોઃ
મૈત્રી ભાવનાના વિકાસમાં અવરોધભૂત છે ક્રોધ, રોષ, ગુસ્સો. કોઈ મનુષ્ય કર્મવશ તમારી સામે ક્રોધ કરતો હોય તો કરવા દો. તમે ક્રોધના ગુલામ બનીને એની સામે ગુસ્સો ન કરો. કોઈ જરૂરી નથી કે સામાવાળો ક્રોધ કરે તો આપણે ક્રોધ કરવો જ જોઈએ!
મૈત્રી ભાવના
૧૨૯