________________
स्पर्धन्ते केऽपि केचिद् दधति हृदि मिथो मत्सरं क्रोधदग्धाः, युध्यन्ते केऽप्यरुद्धा धनयुवति-पशुक्षेत्रपदादिहेतोः । केचिल्लोभाल्लभन्ते विपदमनुपदे दूरदेशानटम्तः, किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुलं विश्वमेतद् ॥ ३॥ ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજ કરુણા ભાવનાની પ્રસ્તાવના ત્રીજા શ્લોકમાં કહે છેઃ કેટલાક લોકો અધીમાં ડૂબેલા છે. કેટલાક ગુસ્સાની અને ઈષ્યનિી આગમાં બળતા-શેકાતા દિલમાં માત્સર્ય રાખે છે. કેટલાક ધન, સ્ત્રી, જમીન માટે લડાઈઓ કરે છે, ઝઘડે છે. કેટલાક સંપત્તિ બનાવવા દેશવિદેશમાં ભટકી ભટકીને દુઃખી થાય છે. આખું ય વિશ્વ આપત્તિમાં ઘેરાયેલું છે. શું કરીએ અને શું કહીએ ? આવા લોકો માત્ર કરુણાપાત્ર જ છે !' એક આત્માવલોકનઃ
અહીં એક આત્માવલોકન - આલોચના સ્વરૂપે બતાવું છું. આ બધી વાતો આ આલોચનામાં આવે છે, ધ્યાનથી સાંભળો.
મારા આ સૌભાગ્યશાળી મનુષ્ય જીવનમાં એક નહીં, નવ નવ આવા અવસરો આવ્યા, જ્યારે મેં મારી મહાનતાને ગલિત થતી જોઈ અને પોતાની જાતને શુદ્ધ બનતી નિહાળી.”
જ્યારે હું સંસારમાં પોતાની સફળતા, યશ, કીતિ અને પ્રતિષ્ઠા વધારવા માટે બૌદ્ધિક વિચારશીલતાને કુટિલતાપૂર્ણ વિચારહીનતામાં બદલવા માટે તૈયાર થયો. મેં છલ-કપટપૂર્ણ એવાં એવાં કાર્યો કર્યો કે જેનાથી મારી મહાનતા ક્ષુદ્રતામાં બદલાઈ ગઈ. આ બધા ક્ષુદ્ર સ્વાર્થી પૂર્ણ કરવામાં હું મિત્રો સાથે, સ્વજનો સાથે સ્પર્ધા કરવા લાગ્યો. ક્રોધ અને ઈર્ષ્યા કરવા લાગ્યો. ધન, જમીન, સ્ત્રીને માટે ઝઘડા કરવા લાગ્યો.... કોઈ કોઈ વાર યાચક બનીને પરમાત્માને બદલે માનવ સામે પ્રાર્થના કરવા લાગ્યો.
દરેકની સામે દીન-હીન બનીને કરગરવા લાગ્યો અને એ જાણે મારા ભાગ્યવિધાતા હોય એમ સમજીને યાચના ય કરવા લાગ્યો. ક્ષુદ્રતાનો આ પ્રથમ અવસર મારા જીવનમાં આ રૂપમાં આવ્યો.
શુદ્ધતાની બીજી અનુભૂતિ એ સમયે થઈ કે જ્યારે મેં અનુભવ કર્યો કે હું મારા કરતાં અધિક શક્તિશાળી વ્યક્તિઓની સામે તો દીન-હીન બની જાઉં છું ! પરંતુ મારાથી કમજોર અને આશ્રિત લોકો સાથે અહંકાર અને ઘમંડભરી વાતો કરું છું. જાણે મારી આ શક્તિ મારા વિકાસ માટે નહીં, પરંતુ દુર્બળો-નિબળો ઉપર રોફ જમાવવા માટેનું જ સાધન ન હોય? | ૨૧૪
શાન્તસુધારસઃ ભાગ ૩ |