________________
મારા કર્તવ્ય હેતુ કંટકાકીર્ણ માર્ગ ઉપર ચાલતાં કષ્ટ સહન કરીને પણ કર્તવ્યપૂર્તિ કરતા રહેવું અથવા સરળ-સુમાર્ગ અપનાવીને અસ્થાયી-ક્ષણિક સુખ પ્રાપ્ત કરવાના બે ભાગમાંથી એક માર્ગ પસંદ કરવાનો અવસર આવ્યો ત્યારે મેં સસ્તા સુખનો માર્ગ પસંદ કર્યો અથવા કર્તવ્યપરાયણતાને પૂરી રીતે ભૂલી ગયો - આ મારી ત્રીજી ક્ષુદ્રતા હતી.
ક્ષુદ્રતાનો ચોથો અવસર મારા જીવનમાં ત્યારે આવ્યો, જ્યારે મારા દ્વારા કોઈ અનૈતિક યા અનુચિત કામ યા અપરાધ થઈ જતાં મેં ન એનો પશ્ચાત્તાપ કર્યો કે ન પરિમાર્જન કર્યું. એવું વિચાર્યું કે આવું તો ચાલ્યા કરે છે. બીજા પણ આવું જ કરે છે. આ તો આજની પરિસ્થિતિમાં એ સાધારણ શિષ્ટાચાર થઈ પડ્યો છે. એમાં દુઃખ શાનું કરવાનું?
આ જૂઠી પ્રતિષ્ઠા અને છમ અહંભાવનાથી આત્માની જ્યોતિ ધીમે ધીમે મંદ પડવા લાગી. જીવન પતનના અંધકારમાં ઢળવા લાગ્યું.
મારા જીવનની ક્ષુદ્રતાની એ પાંચમી ક્ષણ હતી, જ્યારે મેં મારા મનમાં ધન, જમીન અને સ્ત્રીની તૃષ્ણાને પાંગરવા દીધી. મનોમન જ આ ત્રણ વાતો માટે અધોગામી ચિંતન કરવા લાગ્યો. મનની સપાટી ઉપર આ ત્રણ વાતોનાં જ દ્રશ્યો ઊપસવા લાગ્યાં. હું વિચલિત થઈ ગયો. આત્મા-મહાત્મા-પરમાત્માને ભૂલી ગયો. આત્મસત્તાની દિવ્યતાની અવગણના કરવા લાગ્યો એ મારી પાંચમી ક્ષુદ્રતા હતી !
છઠ્ઠી ક્ષુદ્રતા મારામાં એ સમયે થઈ કે મેં કુરૂપને ધૃણાની દ્રષ્ટિથી જોયું, એટલું જ નહીં, મેં અસહાય, અપંગ વગેરે લોકોની અવહેલના કરી અને એમને ઉપેક્ષાની નજરે જોયાં. મેં એ ન જાણ્યું કે ધૃણાનો જ પડદો કુરૂપતા છે અને સ્નેહનો પરદો સૌન્દર્ય છે. - કોઈના દ્વારા થયેલી પ્રશસ્તિથી સાચે જ પોતાને જ્યારે હું મોટો માનવા લાગ્યો અને બીજાંની પ્રશંસાને મેં મારી સારાપણાની કસોટી માની લીધી - આ મારી દ્રતાની સાતમી ઘડી હતી. આ ક્ષણોમાં મારી વિવેકની આંખો બંધ થઈ. મેં મારા જીવનની લગામને એ અજાણ્યા હાથોમાં સોંપી દીધી કે જે સ્વયં ગુમરાહ હતા. હું પણ રાહ ભૂલ્યો.
આઠમી ક્ષુદ્રતા મારા જીવનમાં એ ક્ષણે પ્રવેશી કે જ્યારે મેં બીજાંના દોષ-દુર્ગુણો તપાસ્યા, એ જોવા, છિદ્રાન્વેષના પ્રયાસમાં હું સ્વધર્મથી વિમુખ થતો ગયો.
ક્ષુદ્રતાની નવમી ઘડી ત્યારે આવી કે હું ખૂબ ધનવાન બનવા દેશવિદેશમાં ભટક્યો. ભક્ષ્ય-અભક્ષ્યનો, પેચ-અપેયનો, ગમ્ય-અગમ્યનો વિવેક વિસરી ગયો. આ બધું મારી વિચારહીનતાને કારણે જ બન્યું. જ્યારથી બુદ્ધિ અને વિવેકનો
કરૂણા ભાવના
૨૧૫.