________________
દીકરાના ઉત્તરથી સુલતાન ઇબ્રાહીમના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. બીજા દીકરા તરફ ફરીને તેણે તેને પૂછ્યું: દીકરા ! તેં કર્યું મોટું કામ કર્યું છે છેલ્લા ત્રણેક માસમાં?” કંઈક યાદ કરવાની ચેષ્ટા કરતાં તેણે ય બતાવવાની શરૂઆત કરી. “વાત છે ગયા સપ્તાહની! સવારે હું ફરવા માટે નદીકિનારે જતો હતો, ત્યાં પહોંચ્યો એવામાં એક સ્ત્રીના રડવાનો અવાજ મારે કાને પડ્યો. તેની પાસે ગયો, ખબર પડી કે એનો દીકરો નદીમાં ડૂબતો હતો અને ત્યાં બચાવનાર કોઈ ન હતું. હું તરત જ નદીમાં કૂદી પડ્યો અને એને વાળથી પકડીને બહાર લઈ આવ્યો. થોડી વારના ઈલાજ પછી એનો દીકરો હોશમાં આવ્યો. એ સ્ત્રીએ મને લાખો દુવાઓ આપી. મારા એ કામથી મને પણ ઘણો આનંદ થયો.”
બાદશાહે કહ્યું: ‘માણસની જિંદગી બચાવીને તેં સાચે જ ખૂબ સારું કામ કર્યું.' બાદશાહે દીકરાની પીઠ થાબડીને શાબાશી આપી.
હવે ત્રીજા નંબરના દીકરાનો વારો આવ્યો. એ જ સવાલ તેણે દીકરાને પૂછ્યો. નાની ઉંમરના દીકરાએ ધીમે-ધીમે પોતાની વાત સમજાવવાની શરૂઆત કરી.
અબ્બા હજૂર! એક દિવસે હું જંગલમાં થઈને પસાર થઈ રહ્યો હતો. જોયું તો એક માણસ ચટ્ટાનને કિનારે ગહન નિદ્રામાં સૂતો હતો. પાસુ ફેરવતાંની સાથે જ પર્વત. ઉપરથી નીચે પડી જવાની બીક હતી અને પડતાંની સાથે જ એનું મૃત્યુ નિશ્ચિત હતું. મેં નજદીક જઈને જોયું તો એ મારો જૂનો દુશમન જાવેદ હતો. છતાં પણ મેં એને જાગૃત કરવાના ઈરાદાથી એને ગાડ્યો. એ હાંફળો-ફાંફળો થઈને જાગ્યો. ઊડ્યો. એણે જ્યારે જાણ્યું કે હું એનો જીવ બચાવવા આટલે સુધી આવ્યો છું. તો એણે પ્રેમથી મારા ગળામાં હાથ નાખીને જૂની દુશમનાવટ ખતમ કરી નાખી. અમે બે દોસ્ત બની ગયા. બસ, મેં આ જ નાનકડું કામ કર્યું છે.'
નાના દીકરાની વિનમ્રતા અને એણે કરેલા એ કામથી ખુશ થતાં બાદશાહે તેને કહ્યું : “શાબાશ દીકરા ! માણસની મોટાઈ એની ભાવનાઓમાં છે અને ભાવનાઓની પરાકાષ્ઠા દુશ્મનને પણ મદદ કરીને એનો જીવ બચાવવામાં છે. દુશ્મનનો જીવ બચાવવો એ વાસ્તવમાં ખૂબ મોટું કામ છે.’ આમ કહેતાં બાદશાહના ચહેરા પર સંતોષ ચમકી ઊઠ્યો, એ જે મહાનતા અને નેકદિલી શોધી રહ્યો હતો એ એના નાનાં શાહજાદામાં જોવા મળી. બાદશાહે કીમતી મોતી નાના પુત્રને સોંપી દેવાનો નિશ્ચય કર્યો. બંને મોટા ભાઈઓએ પણ એની ખૂબ પ્રશંસા કરી. મોતી નાના શાહજાદાને આપી દેવામાં આવ્યું. મૈત્રી ભાવના - એક સઝાયઃ
આમ તો મૈત્રી આદિ ચાર ભાવનાઓના વિષયમાં વધારે કાવ્યરચનાઓ નથી
s
મૈત્રી ભાવના
છે
રીતે
૧૪૯]